વાઈબ્રન્ટ સમિટ/ ગૃહમંત્રી અમિતશાહ અને CM ભૂપેન્દ્રપટેલની ઉપસ્થિતિમાં ત્રીદિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું થશે સમાપન

આજે 12 જાન્યુઆરીના રોજ ત્રી દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થશે. વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં ઉદ્યોગપતિઓ અને સાહસિકો દ્વારા મોટા રોકાણની જાહેરાત કરાઈ.

Top Stories Gandhinagar Gujarat
Mantay 7 1 ગૃહમંત્રી અમિતશાહ અને CM ભૂપેન્દ્રપટેલની ઉપસ્થિતિમાં ત્રીદિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું થશે સમાપન

ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ત્રીદિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ સમિટનું આજે સમાપન થશે. વાઈબ્રન્ટ સમિટના છેલ્લા દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. ગૃહમંત્રી અમિતશાહ અને CM ભૂપેન્દ્રપટેલની ઉપસ્થિતિમાં ત્રીદિવસીય વાઈબ્રન્ટ સમિટનું સમાપન થશે.

orig shah 1633650547 ગૃહમંત્રી અમિતશાહ અને CM ભૂપેન્દ્રપટેલની ઉપસ્થિતિમાં ત્રીદિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું થશે સમાપન

આજે બપોરે 2.30 વાગ્યે ગૃહમંત્રી અમિતશાહ સમિટના સમાપન સત્રને સંબોધન કરશે. સમિટના ત્રીજા અને અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉર્જા મંત્રી કનુદેસાઈની ઉપસ્થિતિમાં ગ્રીન હાઈડ્રોજન પર સેમિનાર યોજાશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશના ઉદ્યોગપતિઓ ઉપરાંત દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી હતી.

1200 675 20480033 thumbnail 16x9 jpg ગૃહમંત્રી અમિતશાહ અને CM ભૂપેન્દ્રપટેલની ઉપસ્થિતિમાં ત્રીદિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું થશે સમાપન

PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

10 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ સમિટની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે હાલ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્યને ધ્યાનમાં રાખી આગામી 25 વર્ષ માટે કામ કરી રહ્યું છે. ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ભારત પોતાા વિકાસ સાથે વિશ્વને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવી રહ્યું છે. આ સાર્થક પ્રયાસોથી જ 21મી સદીનું ભવિષ્ય સફળ થશે. સમિટના પ્રથમ દિવસે દેશ અને વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ તેમજ વીવીઆઈપી અને વીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્રિદિવસી વાઈબ્રન્ટ સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. વાઈબ્રન્ટ સમિટમાં પ્રથમ દિવસે ગુજરાતમાં મોટા રોકાણોની જાહેરાત કરવામાં આવતા આગામી દિવસોમાં રાજ્ય આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે. ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ સાહસિકો માટે ગુજરાત રોકાણ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે.

2 14 ગૃહમંત્રી અમિતશાહ અને CM ભૂપેન્દ્રપટેલની ઉપસ્થિતિમાં ત્રીદિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું થશે સમાપન

બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓએ આપી હાજરી

વાઈબ્રન્ટ સમિટના બીજા દિવસે બીજા દિવસે કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, નિર્મલા સીતારમણ, નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન સહીત વિવિધ મંત્રીઓ હાજરી આપી હતી. બીજા દિવસે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતો સ્ટાર્ટ અપ્સ, ઇ-કોમર્સ, પોર્ટ આધારિત શહેરી વિકાસ, ઇલેક્ટ્ર્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ, ઈન્ટરનેશનલ સ્પેશ કોન્ફરન્સ, કૌશલ્ય વિકાસ માટે ગ્લોબલ નેટવર્કસનો વિકાસ, TECHDE ટેકનોલોજી તરફ ભારત, GiftCity અને સેમિકન્ડકટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 12 જાન્યુઆરીના રોજ ત્રી દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સમાપન થશે.