Not Set/ રાજય ના મેગા સીટીઓના RTOમાં ટેસ્ટ ટ્રેકનો સમય 12 જૂલાઈથી વધારાશે

સમગ્  રાજય માં આ વખતે  કોરોના ની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી જેમના પગલે સમગ્ર રાજ્યમાં મીની લોકડાઉન  લગાવી દેવામાં આવ્યું હતું . 

Gujarat Others

સમગ્  રાજય માં આ વખતે  કોરોના ની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી જેમના પગલે સમગ્ર રાજ્યમાં મીની લોકડાઉન  લગાવી દેવામાં આવ્યું હતું .  જે અંતર્ગત અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પિરિયડ ઘટાડવા આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સવારે 6 વાગ્યાથી રાતે 10.30 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન રાત્રે 9.20 વાગ્યા સુધીમાં ટેસ્ટ પૂરો કરી દેવાશે. તેવું   જણાવ્યું છે .

રાજય માં કોરોનાને કારણે આ મહાનગરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પિરિયડ બે-અઢી મહિના લંબાવાયો છે. તાજેતરમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે કરેલી સમીક્ષામાં આ વિગતો બહાર આવતા વેઇટિંગ પિરિયડ ઘટાડવા ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરીનો સમય વધારી સાડા 16 કલાક કરવાનો નિર્ણય લેવાયો છે.  જેમના પરિપત્ર મુજબ અમદાવાદ, અમદાવાદ પૂર્વ, રાજકોટ, સુરત અને વડોદરાની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બે શિફ્ટમાં થશે. પ્રથમ શિફ્ટ સવારના 6થી બપોરે 2.15 સુધીની અને બીજી શિફ્ટ બપોરે 2.15થી રાતે 10.30 સુધીની રહેશે. સવારે 6 વાગ્યે વેરિફિકેશનની કામગીરી થશે અને 6.30 વાગ્યાથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થશે. મહિલા અરજદારોની સલામતી માટે સુરક્ષા જવાન મુકાશે.