Political/ TMC એ મમતાને બતાવ્યા બંગાળની દિકરી, આ નારા સાથે BJP પર કર્યો પ્રહાર

જેમ જેમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં ચૂંટણીની ચળવળ તીવ્ર બની છે.

India
PICTURE 4 295 TMC એ મમતાને બતાવ્યા બંગાળની દિકરી, આ નારા સાથે BJP પર કર્યો પ્રહાર

જેમ જેમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં ચૂંટણીની ચળવળ તીવ્ર બની છે. ટીએમસી અને ભાજપ સહિતનાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસે શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને બંગાળની પુત્રી તરીકે ઓળખાવતા કહ્યું હતું કે, ‘બંગાળને તેની પુત્રી જોઈએ છે’ અને રાજ્યમાં ‘સ્થાનિક vs બાહ્ય’ ની ચર્ચા શરૂ થઇ ગઇ છે.

New Delhi / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર નિર્મલા સીતારમણે કહ્યુ- તેલનાં ભાવ પર સરકારનું નથી નિયંત્રણ

પશ્ચિમ બંગાળમાં, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ વિધાનસભા ચૂંટણીનાં માહોલ વચ્ચે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. શનિવારે, ટીએમસીએ કોલકતા સ્થિત પાર્ટીનાં મુખ્યાલયથી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ‘બાંગ્લા નીજેર મેયકેઇ ચાએ’ જાહેર કર્યું હતું. આ સૂત્રનો અર્થ છે – ‘બંગાળને તેની પુત્રી જોઈએ છે.’ આ ચૂંટણીનાં નારા દ્વારા, ટીએમસીએ મમતા બેનર્જીને બંગાળની દિકરી બતાવતા ફરી એક વખત પશ્ચિમ બંગાળનાં સ્થાનિક vs બાહ્યની ચર્ચાને વેગ આપ્યો છે. આ નારા સાથે, બેનર્જીનાં ફોટાવાળા હોર્ડિંગ્સ સમગ્ર કોલકાતામાં લગાવવામાં આવ્યા છે. શાસક પક્ષે ઇએમ બાયપાસ નજીક તેના મુખ્ય મથકથી તેને સત્તાવાર રીતે લોન્ચ કર્યું હતું.

Vaccination / તો શું કોરોનાને કહીશું Good Bye? જાણો કયા માામલે ભારતે રચ્યો ઈતિહાસ

તૃણમૂલ કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી પાર્થ ચેટર્જીએ કહ્યું હતું કે, ‘રાજ્યનાં લોકો તેમની દિકરી ઇચ્છે છે કે જે તેમની સાથે છેલ્લાં ઘણાં વર્ષોથી મુખ્યમંત્રી પદે છે. અમે કોઈ બાહ્ય લોકોને બંગાળમાં લાવવા માંગતા નથી. તૃણમૂલ કોંગ્રેસની ભાજપ સાથે કડક રાજકીય દુશ્મનાવટ છે અને તે ભાજપનાં નેતાઓને બહારનાં લોકો કહે છે, જેઓ રાજ્યમાં ચૂંટણી પ્રદર્શન માટે આવ્યા છે. આ અગાઉ પણ મમતા બેનર્જીએ ભાજપનાં નેતાઓ, ખાસ કરીને અમિત શાહ પર હુમલો કર્યો હતો. ટીએમસીનાં વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ભાજપનાં નેતાઓ કહે છે કે બંગાળમાં સરસ્વતી પૂજા થવા દઇશું નહી. તેમને મા દુર્ગા અને કાલી વિશે કશું જ ખબર નથી અને બંગાળમાં રાજકારણ કરવા માંગે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ