Not Set/ દેશમાં કોરોનાનાં કુલ કેસ 97 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ભારતમાં કોરોનાવાયરસ સંક્રમણનાં કુલ કેસો 97 લાખનાં આંકડાને પાર કરી ગયા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં Covid-19 નાં કુલ 26,567 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસનાં કારણે 385 લોકોનાં મોત પણ થયા છે. હવે દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કુલ કેસો 97,03,770 સુધી પહોંચી ગયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1,40,958 […]

Top Stories India

ભારતમાં કોરોનાવાયરસ સંક્રમણનાં કુલ કેસો 97 લાખનાં આંકડાને પાર કરી ગયા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં Covid-19 નાં કુલ 26,567 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસનાં કારણે 385 લોકોનાં મોત પણ થયા છે. હવે દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કુલ કેસો 97,03,770 સુધી પહોંચી ગયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1,40,958 પર પહોંચી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં 39,045 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે અને સારવાર બાદ તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, કુલ 91,78,946 લોકો કોરોના વાયરસનાં સંક્રમણથી ઠીક થવામાં  સફળ રહ્યા છે. એટલે કે, નવા ચેપગ્રસ્ત લોકોમાંથી સ્વસ્થ થત દર્દીઓની સંખ્યા વધુ છે. દેશમાં હાલમાં 3,83,866 કેસ સક્રિય છે.

દેશમાં કોરોના વાયરસનાં કેસમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા, સોમવારે, Covid-19 નાં કુલ 32,981 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 391 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આજે બંને આંકડામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ કોરોના કેસો નોંધાયેલા પાંચ રાજ્યોમાં કેરળ (3,272), મહારાષ્ટ્ર (3,075), પશ્ચિમ બંગાળ (2,214), રાજસ્થાન (1,927) અને દિલ્હી (1,674) નો સમાવેશ થાય છે.

ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો