Covid-19/ વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 10.33 કરોડ, US માં કુલ મૃત્યુઆંક 4.66 લાખને પાર

દુનિયાભરમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આ વાયરસે લોકોનાં જીવન પર માઠી અસર કરી છે.

World
14 rj 5 વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 10.33 કરોડ, US માં કુલ મૃત્યુઆંક 4.66 લાખને પાર
  • USમાં 24 કલાકમાં નવા 1.21 લાખ કેસ
  • USમાં 24 કલાકમાં 3523 લોકોનાં મૃત્યુ
  • USમાં કુલ મૃત્યુઆંક 4.66 લાખને પાર
  • UKમાં કોરોનાનાં નવા 20 હજાર કેસ
  • વિશ્વમાં કુલ કેસનો આંક 10.53 કરોડ પર

દુનિયાભરમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આ વાયરસે લોકોનાં જીવન પર માઠી અસર કરી છે. જો કે બીજી તરફ ભારતમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાનાં સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે.  જ્યા આજે પણ સ્થિતિ કાબુમાં આવી નથી.

અમેરિકામાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 1.21 લાખ કેસ નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 3,523 લોકોનાં મોત થયા છે. આમ અમેરિકામાં જો કુલ કોરોનાથી મૃત્યુઆંકની વાત કરીએ તો આ આંક 4.66 લાખને પાર પહોંચી ગયો છે. વળી બ્રિટેનની પણ સ્થિતિ ખરાબ બની રહી છે. અહી કોરોનાનાં 20 હજાર નવા કેસ નોંધાયા છે . જ્યારે સમગ્ર વિશ્વમાં કુલ કેસનો આંક 10.53 કરોડને પાર પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, આજે પણ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે જો ભારતની વાત કરવામાં આવે તો અહી કોરોનાનાંં એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો તે હવે દોઢ લાખની નીચે પહોંચી ગયા છે. આપને જણાવી દઇએ કે, આજે આઠ માસની નીચલી સપાટીએ આ કેસ પહોંચી ગયા છે. છેલ્લે જૂન-2020 માં દોઢ લાખ કેસ નોંધાયા હતા. જણાવી દઇએ કે, હાલમાં દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ 1.48 લાખનાં સ્તરે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસ 12,400 હજાર સામે આવ્યા છે. જ્યારે આ સમયગાાળામાં 15,900 કેસ રિકવર થયા છે.

Covid-19 / દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ તળિયે પહોંચ્યા

Vaccine / આ જ રસી કોરોના વાયરસના દરેક સ્ટ્રેન પર હુમલો કરે એવી રસી આવતા વર્ષ સુધીમાં બજારમાં ઉપલબ્ધ કરાશે

Covid-19 / ચીન બેદાગ અથવા પુરાવાનો કર્યો નાશ.? લેબ અને સીફૂડ માર્કેટ જોયા પછી WHO ટીમના વૈજ્ઞાનિકોની પ્રતિક્રિયા કેવી હતી..?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો