સુરત/ તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓ સામે 5 જુલાઈએ સુનવણી થશે

સુરત ના સરથાણા પાસે થયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં  અંદાજે 22 માસૂમના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં આરોપીઓ સામે અદાલતે ચાર્જ ફ્રેમ કર્યો હતો. જો કે હજુ  આરોપીઓએ ગુનો કબૂલ નથી કરતા  જેથી આ માટે ન્યાય મેળવવા કાર્યવાહી માટે 5 જુલાઈની મુદ્દત રાખવામાં આવી તેવું  હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, વિરલ ચલિયા વાળા અને રાજેશ […]

Gujarat Surat
Untitled 219 તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓ સામે 5 જુલાઈએ સુનવણી થશે

સુરત ના સરથાણા પાસે થયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં  અંદાજે 22 માસૂમના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં આરોપીઓ સામે અદાલતે ચાર્જ ફ્રેમ કર્યો હતો. જો કે હજુ  આરોપીઓએ ગુનો કબૂલ નથી કરતા  જેથી આ માટે ન્યાય મેળવવા કાર્યવાહી માટે 5 જુલાઈની મુદ્દત રાખવામાં આવી તેવું  હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, વિરલ ચલિયા વાળા અને રાજેશ ઠાકરરિયાએ જણાવ્યું છે.

આ ગુનામાં મનપાના કર્મચારી અતુલ ગોરસ વાળાને ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપી હોવાને કારણે તેની સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો નથી. કેસની વિગત એવી છે કે લોકસભા 2019 ની ચૂંટણીની મતગણતરીના બીજા દિવસે સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના એક ટ્યુશન ક્લાસમાં આગ ભભૂકી ઉઠી હતી અને આ ભીષણ આગમાં 22 જેટલા માસૂમના કરૂણ મોત નિપજયા હતા.