આંધ્રપ્રદેશ/ જિન્નાહ ટાવર પર લહેરાવવામાં આવ્યો ત્રિરંગો, રાજ્ય સરકારે વિવાદને લઈને કહી આ વાત

આંધ્રપ્રદેશના ગુંટુરમાં તમામ વિવાદો વચ્ચે રાજ્ય સરકારે ગુરુવારે (3 ફેબ્રુઆરી) જિન્નાહ ટાવર પર તિરંગો ફરકાવ્યો. આ કાર્યક્રમનું આયોજન ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું

Top Stories India
8 1 જિન્નાહ ટાવર પર લહેરાવવામાં આવ્યો ત્રિરંગો, રાજ્ય સરકારે વિવાદને લઈને કહી આ વાત

આંધ્રપ્રદેશના ગુંટુરમાં તમામ વિવાદો વચ્ચે રાજ્ય સરકારે ગુરુવારે (3 ફેબ્રુઆરી) જિન્નાહ ટાવર પર તિરંગો ફરકાવ્યો. આ કાર્યક્રમનું આયોજન ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે આંધ્ર પ્રદેશના ગૃહમંત્રી મેકાથોટી સુચિત્રાએ ત્રિરંગો ફરકાવ્યો હતો. કાર્યક્રમમાં YSR કોંગ્રેસના ધારાસભ્યો, મેયર કાવતી મનોહર નાયડુ વગેરેએ ભાગ લીધો હતો. નોંધનીય છે કે ભાજપે YSR કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર પાસે જિન્નાહ ટાવરનું નામ બદલવાની માંગ કરી હતી.

નોંધનીય છે કે પ્રજાસત્તાક દિવસ પહેલા કેટલાક લોકોએ જિન્નાહ ટાવર પર તિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. આ પછી, ભાજપ અને અન્ય પક્ષોએ રાજ્ય સરકાર પર દબાણ બનાવ્યું, જેના કારણે ગુંટુર નગર નિગમને જિન્નાહ ટાવરને તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો.

જિન્નાહ ટાવર પર ત્રિરંગો ફરકાવ્યા બાદ, આંધ્ર પ્રદેશના ગૃહ પ્રધાન સુચિત્રાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ રાજ્યમાં ધાર્મિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ ઐતિહાસિક ઈમારતને કારણે કંઈ ખોટું થયું નથી. આ ઈમારત આઝાદી પહેલા સ્વતંત્રતા સંગ્રામની નિશાની તરીકે બનાવવામાં આવી હતી. જે લોકો જિન્નાહ ટાવર પર સવાલ ઉઠાવી રહ્યા છે તેઓએ ઈતિહાસ વાંચવો જોઈએ.