Betting/ સૌરાષ્ટ્રના આ ગામમાં ક્રિકેટનો સટ્ટો રમતા આ બે શખ્શો ઝડપાયા

ક્રિકેટની રમતના કારણે ઘણા લોકો કોરોનાના ભય બહાર થતા રાહતની લાગણી અનુભવી રહ્યા છે. તો બીજી તરફ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવનારા પણ જોવા મળ્યા છે.ભાયાવદરના મોટી

Rajkot Gujarat
cricket par

ક્રિકેટની રમતના કારણે ઘણા લોકો કોરોનાના ભય બહાર થતા રાહતની લાગણી અનુભવી રહ્યા છે. તો બીજી તરફ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવનારા પણ જોવા મળ્યા છે.ભાયાવદરના મોટી પાનેલીમાં પોલીસે દરોડો પાડીને પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોની ધરપકડ કરી આ પ્રકરણમાં ખંભાત અને ઉપલેટાના બે પંટરોના નામ ખૂલતા આ બંનેની શોધખોળ શરૂ કરી છે.

Political / પ.બંગાળમાં ભાજપને ઝટકો, પાર્ટીનાં સાંસદ સૌમિત્રા ખાનનાં પત્ન…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી પાનેલી ગામે લીમડા ચોકમાં નવરોજ પાનની બહાર જાહેરમાં ફેરબૂક નામની એપ્લિકેશન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતા અમિત ઉર્ફે ટીનો દીપક ચાવડા અને સંદીપ અશ્વિન ચાવડા ની ધરપકડ કરવામાં આવી છે બન્ને શખ્સો એપ્લિકેશન મારફતે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટી ટ્વેન્ટી મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા હતા. આ બંનેનીપૂછપરછમાં ખંભાતના ધર્મેશ સોની અને પાનેલીના ચંદુલાલ અમરાભાઇ જાદવ નું નામ ખુલ્યું છે પોલીસે 17 હજારનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.

new policy / નવા વર્ષથી શાળાઓમાં નવી શિક્ષણ નીતિની અમલવારી, સરકારની મંત્ર…

આ ઉપરાંત અન્ય એક દરોડામાં મોટી પાનેલી ગામે થી ગંજીપાનાનો જુગાર રમતા ધીરુ રત્ના ચૌહાણ, અશ્વિન ઘેલા મકવાણા, માલદે બોઘાભાઈ સોલંકી અને ગેલા ભાઈ કાનાભાઈ મકવાણા ની ધરપકડ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…