Viral Video/ બેટ્સમેન આઉટ હોવા છતા એમ્પાયર ન આપી શક્યા OUT, જુઓ આ OMG ક્ષણ

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી મહિલા નેશનલ ક્રિકેટ લીગમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું, જ્યાં ક્લીન બોલ્ડ થયા પછી પણ બેટ્સમેનને આઉટ આપવામાં આવ્યો ન હતો.

Sports
બેટ્સમેન આઉટ છતા નોટ આઉટ

એમ્પાયર ઘણીવાર મેદાન પર ભૂલો કરતા જોવા મળ્યા છે અને આ ભૂલોને કારણે તેમને ઘણીવાર ટીકાનો સામનો કરવો પડે છે. પરંતુ જરા વિચારો કે જ્યારે ભૂલ ફિલ્ડિંગ સાઇડની હોય અને બેટ્સમેન આઉટ થયા પછી પણ જો તે અપીલ ન કરે તો ભૂલ કોની છે? જી હા આવો જ એક નજારો તાજેતરમાં જોવા મળ્યો છે, જ્યા એક બેટ્સમેન આઉટ હોવા છતા ફિલ્ડિંગ સાઇડથી અપીલ ન કરાતા તે નોટ આઉટ રહી.

આ પણ વાંચો – Cricket / આ બેટ્સમેનનાં નામે રહેશે 21 મી સદી, વસીમ અકરમે કરી ભવિષ્યવાણી

ક્રિકેટનાં મેદાન પર આપણે ઘણીવાર એવું કંઈક જોતા હોઈએ છીએ જેના પર આંખો વિશ્વાસ કરી શકતી નથી. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી મહિલા નેશનલ ક્રિકેટ લીગમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું, જ્યાં ક્લીન બોલ્ડ થયા પછી પણ બેટ્સમેનને આઉટ આપવામાં આવ્યો ન હતો. તમે વિચારતા હશો કે નો બોલ હોય તો જ આ શક્ય બની શકે છે, પરંતુ એવું નથી. ક્વીન્સલેન્ડ અને તસ્માનિયા વચ્ચેની આ મેચમાં જ્યોર્જિયા વોલને બેલિન્ડા વકારેવા દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવી હતી, પરંતુ ફિલ્ડિંગ ટીમમાંથી કોઈએ પણ અપીલ કરી ન હોતી. જણાવી દઇએ કે, હોબાર્ટનાં બ્લંડસ્ટોન એરેના ખાતે ક્વીન્સલેન્ડ ફાયર અને તસ્માનિયા વિમેન્સ ટાઈગર વચ્ચે મેચ રમાઈ રહી હતી. પ્રથમ ઇનિંગની 14મી ઓવરમાં તસ્માનિયાની ફાસ્ટ બોલર બેલિન્ડા વકારેવા ક્વીન્સલેન્ડનાં બેટ્સમેન જ્યોર્જિયા વોલેનાં ઓફ સ્ટમ્પને ઉડાવી દે છે. વકારેવાએ ગૂડ લેન્થ પર બોલ ફેંક્યો હતો અને બોલ વોલીને બીટ કરીને સ્ટમ્પ પર વાગ્યો હતો. આવી ક્ષણે બેટ્સમેનને તેના ડ્રેસિંગ રૂમ તરફ જતો હોય છે કારણ કે વિરોધી ટીમ ઉજવણી કરવાનું શરૂ કરી દે છે. અહીં મોટી વાત એ હતી કે મેદાન પરનાં એમ્પાયર અને બોલર બન્નેએ ધ્યાન આપ્યું ન હોતું કે સ્ટમ્પની ગિલ્લીઓ નીચે પડી ગઇ છે અને આ ઘટના ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની હતી.

https://www.instagram.com/reel/CXpYN95BLpf/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં / ફાઇનલમાં સિંગોપોરના લોહ કીને કિદામ્બી શ્રીકાંતને હરાવીને સિંગલ ટાઇટલ જીત્યું.સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય

બોલ પછી, વોલે તેની ડાબી તરફ થોડાં પગલાં લીધાં, જેમ કે સામાન્ય રીતે દરેક બેટ્સમેન ખાલી બોલ થયા પછી કરે છે. રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, બોલનાં કારણે ગિલ્લીઓ પડી ગઇ હતી, જેને જોઈને કોમેન્ટ્રી ટીમ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બ્રેન-ફેડ ક્ષણને કારણે તસ્માનિયા મેચ હારી શકતી હતી, પરંતુ તેમ ન થયું કારણ કે નિકોલા કોરીએ શાનદાર સદી ફટકારીને ટીમને 5 વિકેટે જીત અપાવી. પ્રથમ બેટિંગ કરતા ક્વિન્સલેન્ડે 48 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા. જ્યોર્જિયા રેડમેને 63 રન બનાવ્યા જે આ ટીમ માટે સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.