Vaccination/ આજે સુપ્રીમ કોર્ટનાં જજોને મુકાશે વેક્સીન

સોમવારે કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થયા પછી, આજે મંગળવારે સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશો પણ કોવિડ-19 રસી મુકાવી શકશે.

India
SupremeCourtofIndia 1 આજે સુપ્રીમ કોર્ટનાં જજોને મુકાશે વેક્સીન

સોમવારે કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થયા પછી, આજે મંગળવારે સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશો પણ કોવિડ-19 રસી મુકાવી શકશે. સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશો (હાલનાં અને ભૂતપૂર્વ) અને તેમના પરિવારો માટે રસીકરણ અભિયાન આજથી શરૂ થઈ રહ્યું છે.

Election Result / રાજ્યમાં પાલિક-પંચાયતની ચૂંટણીનું આજે આવશે પરિણામ

સુપ્રીમ કોર્ટનાં 30 ન્યાયાધીશોમાંથી 29 ન્યાયાધીશો આજે રસી લેશે, ફક્ત ન્યાયમૂર્તિ સૂર્યકાંતને રસી લાગશે નહીં કારણ કે તે 59 વર્ષનાં છે. ન્યાયાધીશોને બંને રસીઓમાં તેમની પસંદગીની રસી લેવાની સુવિધા નહીં મળે. આપને જણવી દઇએ કે, ભારતમાં ઈન્ડિયા બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસી સાથે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, 1 માર્ચથી, કોરોના વાયરસ સામેનાં યુદ્ધનો બીજો અભિયાન શરૂ થયો છે. આ રીતે, આજે ભારતમાં રસીકરણનો 41 મો દિવસ છે. સોમવાર સુધીમાં, આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, કોરોના રસી લેનારા લોકોની સંખ્યા 1.47 લાખને વટાવી ગઈ છે. આપને જણાવી દઈએ કે, રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થયું હતું.

Corona: રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે કોરોના વાયરસના કેસમાં વધારો

રસીકરણનાં બીજા તબક્કામાં, 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો આ રોગની રસી લેવાના છે. આ કેટેગરીમાં આવતા સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશો અને તેમના પરિવારોને પણ માર્ગદર્શિકા દ્વારા રસી આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં ફિઝિકલ સુનાવણીની તૈયારી ચાલી રહી છે. 24 માર્ચથી સુપ્રીમ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી બંધ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ