એક તરફ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે સત્તાપક્ષ અને વિપક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તેની વચ્ચેપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાઈની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. જો કે, અકસ્માતમાં મમતાના ભાઈનો બાલ બાલ બચાવ થયો હતો. ઘટના સ્થળે તાત્કાલીક દોડી ગયેલા સ્થાનિક પોલીસે આરોપી ચાલકને કસ્ટડીમાં લીધો છે.
Suicide Case / આયેશા આત્મહત્યા કેસ : પતિ આરીફની રાજસ્થાનથી ધરપકડ, આજે અમદાવાદ લવાશે
આ અંગે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાઈ બાબુન બેનર્જી કોઈ કામ માટે ક્યાંક જતા હતા. રસ્તામાં,ચિંગરીઘાટા નજીક એક મીની મેટોડોરે તેમની કારને પાછળથી ટક્કર મારી હતી, જ્યારે અકસ્માતથી બબન બેનર્જીને ઈજા થઈ ન હતી. આ પછી, બાબુન બેનર્જી અકસ્માત સ્થળ પર છોડી બીજા ગંતવ્ય માટે રવાના થયા હતા.
Election Result / રાજ્યમાં પાલિક-પંચાયતની ચૂંટણીનું આજે આવશે પરિણામ
Suicide Case / ગર્ભવતી આયેશાને સસરાએ અને પતિએ માર્યો માર અને થયું મિસકેરેજ : પરિવારના ચોંકાવનારા ખુલાસાઓ
આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 27 માર્ચે મતદાન થવાનું છે. બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે પરિણામ 2 મેના રોજ આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…