Cricket/ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો આ દિગ્ગજ ખેલાડી

વર્ષ 2008 માં આઈપીએલનું ટાઈલ જીતનાર ટીમ રાજસ્થાન રોયલ્સ આ વર્ષે ટાઈટલને મેળવવા માટે પૂરી તૈયાર કરી રહી છે…..

Sports
DANILIMDA 7 રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો આ દિગ્ગજ ખેલાડી

વર્ષ 2008 માં આઈપીએલનું ટાઈલ જીતનાર ટીમ રાજસ્થાન રોયલ્સ આ વર્ષે ટાઈટલને મેળવવા માટે પૂરી તૈયાર કરી રહી છે. તેણે પહેલા સ્ટીવ સ્મિથને બહાર જવાનો રસ્તો બતાવ્યો અને ત્યારબાદ સંજૂ સેમસનને ટીમનો કેપ્ટન બનાવ્યો.

હવે રાજસ્થાનની ફ્રેન્ચાઇઝીએ બીજો મોટો નિર્ણય લેતા એક મોટા ખેલાડીને ટીમ સાથે જોડ્યો છે જે તેમનું જીતવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે. આઈપીએલની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે શ્રીલંકાનાં ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાને લીગની આગામી સીઝન માટે તેમના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવાની ઘોષણા કરી છે. એમસીસીનાં વર્તમાન અધ્યક્ષ સંગાકારાની પાસે રોયલ્સ ફ્રેન્ચાઇઝીનાં સમગ્ર ક્રિકેટ ઇકોસિસ્ટમની દેખરેખ રાખવાની જવાબદારી રહેશે. જેમા કોચિંગ સ્ટ્રક્ચર, હરાજીની યોજનાઓ, ટીમની વ્યૂહરચના, પ્રતિભાની શોધ અને વિકાસ વગેરે શામેલ છે.

આ સાથે, નાગાપુરમાં રોયલ્સ એકેડેમીનાં વિકાસ માટે સંગાકારાની પણ જવાબદાર રહેશે. સંગાકારાએ આ નિમણૂંક પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, રોયલ્સમાં જોડાવા પર મને ખુશી છે અને હું નવા પડકારો માટે તૈયાર છું. આ ટીમને મજબૂત બનાવવા માટે હું પૂરા મનથી કામ કરીશ. આ નિમણૂંક અંગે રાજસ્થાન રોયલ્સનાં કેપ્ટન સંજુ સેમસન એ કહ્યું કે, સંગાકારા પાસે અપાર અનુભવ છે અને તે આધુનિક ક્રિકેટને ખૂબ સારી રીતે સમજે છે. સર્વાકાલિક મહાન વિકેટકીપર સાથે કામ કરવું એ ગૌરવનો ક્ષણ હશે. સંગાકારાએ આઈપીએલમાં રમી છે. શ્રીલંકા તરફથી સંગાકારાએ 28 હજારથી વધુ રન બનાવ્યા છે. તેની કારકિર્દી 16 વર્ષ રહી હતી અને આ સમય દરમિયાન તેની ટેસ્ટ એવરેજ છેલ્લા 46 વર્ષમાં બધા બેટ્સમેનો કરતા સારી હતી. શ્રીલંકાનાં ટોચનાં ખેલાડીઓ એટલે કે મુથયા મુરલીધરન હૈદરાબાદ સાથે સંકળાયેલો છે, જ્યારે મહેલા જયવર્દને મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો