Not Set/ બંગાળનાં પશ્ચિમ મિદનાપુરમાં કેન્દ્રિય મંત્રી વી મુરલીધરનની કાર પર થયો હુમલો

બંગાળમાં ચૂંટણી પુરી થયા પછી પણ હિંસા અટકવાનું નામ નથી લઇ રહી. હવે બંગાળનાં પશ્ચિમ મિદનાપુરમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનની કાર પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

Top Stories India
123 111 બંગાળનાં પશ્ચિમ મિદનાપુરમાં કેન્દ્રિય મંત્રી વી મુરલીધરનની કાર પર થયો હુમલો

બંગાળમાં ચૂંટણી પુરી થયા પછી પણ હિંસા અટકવાનું નામ નથી લઇ રહી. હવે બંગાળનાં પશ્ચિમ મિદનાપુરમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનની કાર પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ માહિતી વી મુરલીધરને પોતે ટ્વીટ કરીને આપી છે. તેમણે તૃણમૂલ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે. વળી ટીએમસીનું કહેવું છે કે આ ભાજપનાં પરસ્પર દુશ્મનાવટનું પરિણામ છે.

રાજકારણ / બંગાળ હિંસામાં મૃત્યુ પામેલનાં પરિવારને CM મમતાએ મદદ કરવાની કરી જાહેરાત

આપને જણાવી દઇએ કે, ઘણા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપનાં નેતાઓ તેમના કાર્યકરોને પ્રોત્સાહિત કરવા બંગાળ જઈ રહ્યા છે. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન આજે પશ્ચિમ મિદનાપુરમાં ભાજપનાં કાર્યકરને મળવા તેમના ઘરે જઈ રહ્યા હતા. બસ, ત્યારે જ તેમના કાફલા પર રસ્તામાં લાકડીઓ વડે હુમલો થયો હતો. આ દરમિયાન તેમના વાહનોનાં કાચ તૂટી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વી મુરલીધરન પર કેજીટી ગ્રામીણ વિધાનસભાનાં પંચખુડીમાં હુમલો કરવામાં આવ્યો છે. હુમલો દરમિયાન તેમની કારનાં કાચ તૂટી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં વીડિયો શેર કરતા કેન્દ્રીય મંત્રીએ લખ્યું છે કે, પશ્ચિમ મિદનાપુર પ્રવાસ દરમિયાન મારી કાર પર ટીએમસીનાં ગુંડાઓએ હુમલો કર્યો હતો, કાચ તૂટી ગયા હતા, મારા અંગત સ્ટાફ ઉપર પણ હુમલો થયો હતો, જે કારણે મારે મારો પ્રવાસ અડધેથી જ છોડી દેવો પડ્યો હતો.

ગતિશીલ ગુજરાત / બનાસકાંઠામાં આવી ગરમીમાં ટેન્ટ નીચે સારવાર લેવા મજબુર દર્દીઓ…. 

આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય પ્રધાન વી મુરલીધરન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનાં નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ આવેલા પ્રતિનિધિ મંડળનો ભાગ છે. આ પ્રતિનિધિ મંડળમાં બી.એલ. સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ પણ શામેલ છે. આ પ્રતિનિધિ મંડળ દ્વારા માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા ભાજપનાં કાર્યકરો માટે ઘરે ઘરે જઈને અહેવાલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ હુમલા પર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આજે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી ઉપર હુમલો થયો છે, ત્યાંની સરકાર લોકશાહીની ગોળીને પી ગયા છે, આ સરકાર પ્રાયોજિત હિંસા છે, અમે તેની નિંદા કરીએ છીએ, પ્રધાન સુરક્ષિત નથી, તો પછી શું થશે સામાન્ય લોકોનું શુ થશે, જે પોલીસ અધિકારીઓ અને જેમની હાજરીમાં આ હુમલો થયો તેમની સામે પણ પગલાં લેવા જોઈએ.

sago str 4 બંગાળનાં પશ્ચિમ મિદનાપુરમાં કેન્દ્રિય મંત્રી વી મુરલીધરનની કાર પર થયો હુમલો