ગુજરાત/ અમદાવાદ માં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા કાંકરિયા ખાતે દિવાલ ધસી પડી

રાજયમાં  ભારે  ઉકળાટ બાદ   બુધવારે   અમદાવાદ શહેરમાં  રાતે  જોરદાર  વરસાદ  પડ્યો હતો .  શહેરના વિવિધ વિસ્તારોમાં બે કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો  હતો .જેમના લીધે  શહેરમાં વરસાદ ને કારણે પૂર્વ અમદાવાદ માં પાણી ભરાઈ ગયા હતા. તેમજ પૂર્વ વિસ્તાર માં સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જવાની પણ ફરિયાદ ઉઠી હતી.શહેર માં 3 કલાક માં સૈાથી […]

Gujarat
Untitled 167 અમદાવાદ માં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા કાંકરિયા ખાતે દિવાલ ધસી પડી

રાજયમાં  ભારે  ઉકળાટ બાદ   બુધવારે   અમદાવાદ શહેરમાં  રાતે  જોરદાર  વરસાદ  પડ્યો હતો .  શહેરના વિવિધ વિસ્તારોમાં બે કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો  હતો .જેમના લીધે  શહેરમાં વરસાદ ને કારણે પૂર્વ અમદાવાદ માં પાણી ભરાઈ ગયા હતા. તેમજ પૂર્વ વિસ્તાર માં સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જવાની પણ ફરિયાદ ઉઠી હતી.શહેર માં 3 કલાક માં સૈાથી વધુ 3 ઇંચ વરસાદ મેમ્કો વિસ્તાર માં પડ્યો હતો. જ્યારે સૈાથી ઓછો અડધો ઇંચ વરસાદ સાયન્સ સિટી વિસ્તાર માં પડ્યો હતો.

અમદાવાદમાં કાંકરિયા ખાતે દીવાન બલ્લુભાઈ સ્કુલ પાસે આવેલા કરન એપાર્ટમેન્ટની દિવાલ ધસી પડી, અમદાવાદમાં વરસાદની જોરદાર બેટીંગ બાદ બની ઘટના. જે દિવાલ નીચે 13 ટૂ વ્હીલર્સ, 1 ઓટો દબાઈ ગઈ. ઘટનામાં કોઇ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો. બનાવની જાણ થતા તુરંત ત્યાં પહોચી મણિનગર ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી ગઈ હતી. વરસાદ પડતા લોકો એ ગરમી માંથી હાશકારો અનુભવ્યો હતો .