Not Set/ સાવધાન/ કળયુગમાં યુવતીઓ માટે ચેતવા જેવો કિસ્સો, ધર્મના ભાઈના મિત્રએ કર્યું એવું કે..

આજની 21 મી સદીના યુગમાં દુનિયાની કોઈ પણ વ્યક્તિ પર ભરોષો કરવો ધાતક સાબિત થઇ શકે છે. આ પ્રકારના અનેકો કિસ્સા આપની સમક્ષ આવી ચુક્યા છે, જ્યાં વધારે પડતો વિશ્વાસ કર્યા પછી લોકોને પસ્તાવાનો વારો આવી શકે છે.  આ જ પ્રકારે હવે યુવતીઓ માટે ચેતવા જેવો કિસ્સો આવ્યો છે. આ કિસ્સામાં યુવતીને ધર્મના ભાઈના મિત્રએ […]

Gujarat Rajkot
82c8571c4ea3fd6b795657e038027e39 સાવધાન/ કળયુગમાં યુવતીઓ માટે ચેતવા જેવો કિસ્સો, ધર્મના ભાઈના મિત્રએ કર્યું એવું કે..

આજની 21 મી સદીના યુગમાં દુનિયાની કોઈ પણ વ્યક્તિ પર ભરોષો કરવો ધાતક સાબિત થઇ શકે છે. આ પ્રકારના અનેકો કિસ્સા આપની સમક્ષ આવી ચુક્યા છે, જ્યાં વધારે પડતો વિશ્વાસ કર્યા પછી લોકોને પસ્તાવાનો વારો આવી શકે છે. 

આ જ પ્રકારે હવે યુવતીઓ માટે ચેતવા જેવો કિસ્સો આવ્યો છે. આ કિસ્સામાં યુવતીને ધર્મના ભાઈના મિત્રએ પહેલા તો મિત્રતા કેળવી હતી, પછી લગ્નના નામે ફસાવી શારીરિક સંબંધ બાંધી ફેરવી હતી અને પછી તેને છોડી દીધી હતી. 

 આ કિસ્સાની વાત કરીએ તો, યુવતી રાજકોટ બસમાં તેના ધર્મના ભાઈ સાથે અપડાઉન કરતી હતી. આ સમયે તે રાજુ નામના બનાવેલા ધર્મના ભાઈની સાથે વિડીયો કોલિંગ દ્વારા વાત કરતી હતી. રાજુનો મિત્ર કેતન તેને વિડીયો કોલમાં જોઈ ગયો. તેના પછી કેતને તેની સાથે ફ્રેન્ડશિપનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ તે સ્વીકારી લીધો હતો.

કેતન પરના વિશ્વાસના લીધે તે યુવતી અને તેની બહેન તથા રાજુ અને કેતન ચારેય દીવ ફરવા ગયા હતા. યુવતીને કેતન પર એટલો વિશ્વાસ હતો કે તે રાજુ સાથે હોટેલમાં જોડે રોકા હતી અને રાજુ તથા યુવતીની બહેન જુદા-જુદા રૂમમાં રોકાયા હતા. હોટેલમાં કેતને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. દીવમાં બીજા દિવસે રાત્રે પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

લગ્ના અંગે પહેલા તો તેણે એવું બ્હાનું કાઢ્યુ કે બહેનના લગ્ન નજીકમાં છે તેના પછી હું લગ્નની વાત કરીશ. તેના પછી તે ફરીથી યુવતીને દીવ લઈ ગયો હતો અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીનો જાન્યુઆરીમાં જન્મદિવસ હોઈ ત્યારે તે તેને ફરીથી દીવ લઈ ગયો હતો અને ત્યાં તેના જન્મદિનની ઉજવણી તેની સાથે દેહસુખ માણી કરી હતી. પરંતુ અંતે લગ્ન નહી થતા છેતરાયેલી યુવતીએ રાજકોટમાં કેતન સામે અરજી આપતા તેની ધરપકડ કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ