T20 World Cup/ વેસ્ટ ઈન્ડિઝની ટીમે નિર્ણાયક મેચ માટે આ દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડીને કર્યો ટીમમાં સામેલ

ગ્રુપ A માં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સૌથી નીચે છે. ત્યારે હવે આ ટીમને જીતનો સ્વાદ ચખાડવા માટે એક દિગ્ગજ ઓલરાઉન્ડર વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઓલરાઉન્ડર ખેલાડીનું નામ જેસન હોલ્ડર છે.

Sports
જેસન હોલ્ડર

T20 વર્લ્ડકપની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આ ટાઈટલ જીતવા માટે તમામ ટીમો પૂરી મહેનત કરી રહ્યા છે. તમામ ટીમો એક અને બે મેચ રમી ચુકી છે. જેમા ગ્રુપ A ની વાત કરીએ તો અહી ઈંગ્લેન્ડની ટીમ 2 મેચમાં 2 જીત સાથે ટોપ પર છે, તો ગ્રુપ B ની વાત કરીએ તો અહી પાકિસ્તાનની ટીમ 2 મેચમાં 2 જીત સાથે ટોપ પર છે.

આ પણ વાંચો – T20 World Cup / આ પહેલો T20 વર્લ્ડકપ હશે જ્યારે આ દિગ્ગજ ખેલાડીઓ જોવા નહી મળે

આપને જણાવી દઇએ કે, ગ્રુપ A માં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સૌથી નીચે છે. ત્યારે હવે આ ટીમને જીતનો સ્વાદ ચખાડવા માટે એક દિગ્ગજ ઓલરાઉન્ડર વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઓલરાઉન્ડર ખેલાડીનું નામ જેસન હોલ્ડર છે. ઈજાગ્રસ્ત ઓબેદ મેકકોયનાં સ્થાને જેસન હોલ્ડરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ICC એ બુધવારે આની જાહેરાત કરી હતી. જણાવી દઇએ કે, જેસન હોલ્ડર અગાઉ વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝની રિઝર્વ ટીમનો ભાગ હતો. વેસ્ટ ઈન્ડિઝે ICC ઈવેન્ટ્સ ટેકનિકલ કમિટીને તેને ટીમમાં સામેલ કરવાની વિનંતી કરી હતી અને હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

Group A

T20 World Cup Point Table

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે જ ટ્વીટ કરીને જાણકારી આપી કે ઓબેદ મેકકોયની જગ્યાએ જેસન હોલ્ડરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 24 વર્ષીય મેકકોયને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ દરમિયાન ઈજા થઈ હતી. તે જમણા પગમાં ઈજાનો શિકાર બન્યો હતો. આ સાથે જ તેના સ્થાને સામેલ કરવામાં આવેલા જેસન હોલ્ડર બાંગ્લાદેશ સામેની આગામી મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારે જોવાનુ રહેશે કે આ ઓલરાઉન્ડર ખેલાડી તેની ટીમ માટે કેટલો ફાયદાકારક રહે છે.

Group B

T20 World Cup Point Table

આ પણ વાંચો – ચોંકાવનારું નિવેદન / દક્ષિણ આફ્રિકાનાં આ દિગ્ગજ ખેલાડીએ પોતાના નિવેદનથી સૌ કોઇને ચોંકાવી દીધા

આપને જણાવી દઈએ કે, T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેઓ સતત બે મેચ હારી ચૂક્યા છે અને ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે. આ બંને મેચમાં કેરેબિયન ટીમની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી છે. ટીમ પાસે લાંબી બેટિંગ લાઇન અપ છે પરંતુ મોટાભાગનાં બેટ્સમેન ફ્લોપ રહ્યા છે. બાંગ્લાદેશ સામેની મેચમાં તેણે કોઈપણ ભોગે જીત મેળવવી પડશે. જો ટીમ આ મેચ હારી જશે તો ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે.