ગજબ/ વારંવાર જોડિયા બાળકોને જન્મ આપી રહી હતી મહિલા, તો પતિએ કર્યું આવું કામ

એક મહિલા વારંવાર જોડિયા બાળકોને જન્મ આપી રહી હતી, જેના કારણે પતિએ તેને છોડી દીધી હતી. પતિ કહે છે કે આ અસામાન્ય છે. એટલું જ નહીં મોટા બાળકો પણ મહિલાને છોડીને ચાલ્યા ગયા હતા.

Ajab Gajab News
જોડિયા બાળકોને જન્મ

આ દુનિયામાં એવી ઘટનાઓ બને છે, જેના પર વિશ્વાસ કરવો ક્યારેક મુશ્કેલ બની જાય  છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો આફ્રિકાના દેશ યુગાંડામાંથી સામે આવ્યો છે, જેના વિશે જાણીને લોકો દંગ રહી ગયા. અહીં એક વ્યક્તિએ તેની પત્નીને ફક્ત એટલા માટે છોડી દીધી કારણ કે તેણે પાંચમી વખત જોડિયા બાળકોને જન્મ આપ્યો. તમને કદાચ આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે, પરંતુ આ સત્ય છે. તો ચાલો જાણીએ શું છે વિચિત્ર કિસ્સો?

યુવતીનું નામ નાલોંગો ગ્લોરિયા છે. તેણે જણાવ્યું કે તાજેતરમાં તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. પતિને આ વાતની જાણ થતાં જ તે ઘરની બહાર નીકળી ગયો હતો. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ ક્યાં ગયો તેની તેને કોઈ માહિતી નથી. એક ઈન્ટરવ્યુ દરમિયાન નાલોંગાએ જણાવ્યું કે જ્યારે તે પંચમી વખત ગર્ભવતી થઈ ત્યારે તેના પતિએ કહ્યું હતું કે તે તેના માટે ખૂબ જ વધારે છે, તેથી તમે ઘર છોડી દો. કારણ કે, તેના પતિએ કહ્યું કે પાંચ વખત જોડિયા બાળકોને જન્મ આપવો એ અસામાન્ય છે.

પતિ છોડી ગયો

નાલોંગે વધુમાં કહ્યું કે તે આ સ્થિતિથી ખૂબ જ દુઃખી છે. પરંતુ, બધું ભગવાન પર છોડી દીધું છે. જો કે, તેણી કહે છે કે તેણીએ 10 બાળકોને જન્મ આપ્યો છે તેનો તેને જરાય અફસોસ નથી. તેણે કહ્યું કે તેના પતિને બાળકો ગમતા નથી. પરંતુ, હું મારા બાળકો સિવાય ક્યાંય જઈ સકતી નથી. આપને જાણીને નવાઈ લાગશે કે તેના બાળકો પણ તેને છોડી ગયા છે. પરંતુ, મહિલાને ખબર નથી કે તેઓ ક્યાં છે. અહીં હવે મકાન માલિકે મહિલાને ઘર ખાલી કરવાનું પણ કહ્યું છે. આલમ એ છે કે બાળકોના ઉછેરને લઈને મહિલા સામે મોટી સમસ્યા ઉભી થઈ છે. આટલું જ નહીં આ બાબતની ચર્ચા હવે દરેક જગ્યાએ થઈ રહી છે.

આ પણ વાંચો:મક્કા મસ્જિદમાં પહેલીવાર પહોંચ્યો બિન-મુસ્લિમ શખ્સ, વિશ્વભરમાં હોબાળો; જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:યુક્રેનથી યુદ્ધમાં અત્યાર સુધીમાં 15 હજાર રશિયન સૈનિકોના મોત, 45 હજારથી વધુ ઘાયલ, અમેરિકાનો દાવો

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો,આજે નવા 21 હજારથી વધુ કેસ