AHMEDABAD NEWS/ GSTની અજાયબી: એક રૂપિયાની ભૂલ સામે 20 હજારનો દંડ

સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવગણના કરીને સ્ટેટ જીએસટી વિભાગ કામ કરવા માંડતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. આના પગલે ડિપાર્ટમેન્ટ એક રૂપિયાની ભૂલ સામે વેપારીઓને 20 હજાર રૂપિયાની કર જવાબદારી લાદવા માંડ્યુ છે. સ્ટેટ જીએસટીના આવા અર્થઘટનથી વેપારીઓની મુશ્કેલી વધી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 56 1 GSTની અજાયબી: એક રૂપિયાની ભૂલ સામે 20 હજારનો દંડ

Ahmedabad News: સ્ટેટ જીએસટી (એસજીએસટી)ને સુપ્રીમ કોર્ટના ચુકાદા વાંચવાની ટેવ લાગતી નથી. એપ્રિલ 2020થી માર્ચ 2021ના સમયગાળા દરમિયાન ઘણા બધા વેપારીઓ રિટર્ન ફાઇલ કરી શક્યા ન હતા. આ સમયગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટે જુદા-જુદા સમયે રિટર્ન ફાઇલ કરવામાં રાહત પણ આપી હતી, પરંતુ સ્ટેટ જીએસટીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની ધરાર અવગણના કરતાં કમ્પ્યુટર જનરેટેડ નોટિસ ટેક્સ ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીની નોટિસ પાઠવી છે.

હવે વેપારીઓએ તો માની જ લીધું છે કે તેમને રાહત મળી છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવગણના કરીને સ્ટેટ જીએસટી વિભાગ કામ કરવા માંડતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. આના પગલે ડિપાર્ટમેન્ટ એક રૂપિયાની ભૂલ સામે વેપારીઓને 20 હજાર રૂપિયાની કર જવાબદારી લાદવા માંડ્યુ છે. સ્ટેટ જીએસટીના આવા અર્થઘટનથી વેપારીઓની મુશ્કેલી વધી છે.

આ ઉપરાંત આશ્ચર્યની વાત તો એ છે કે જીએસટી વિભાગ વેપારીઓને સાંભળવાની તક આપ્યા વગર એક તરફી કાર્યવાહી કરી રહ્યુ છે. તેના લીધે વેપારીઓમાં આક્રોશની લાગણી છવાઈ છે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ જીએસટી દર 15 દિવસે કમ્પ્યુટર જનરેટેડ નોટિસ મોકલે છે. 2019-20ની નોટિસ મળ્યાને માંડ 15 દિવસ થયા નથી ત્યાં રિટર્નમાં આવેલા તફાવતના મુદ્દે શહેરના છ હજાર સહિત રાજ્યના 15 હજાર કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ