Farmer Assistance/ જગતના તાતને સરકારનો સાથઃ નવ વર્ષમાં અસરગ્રસ્ત ખેડૂતોને 10,000 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે, વર્ષ 2015-16 થી અત્યારસુધીમાં કુદરતી આફતોમાં અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને ચૂકવાયેલી સહાયની રકમનો આંકડો આ વાતનો પુરાવો છે.

Top Stories Gujarat
  • 88 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની પડખે ઉભી રહી રાજ્ય સરકાર
  • ખેડૂતોને પાક-નુકશાની સહાયમાં સંપૂર્ણ પારદર્શકતા: અસરગ્રસ્ત ખેડૂતના બેંક એકાઉન્ટમાં સીધા નાણાં જમા
  • વાવાઝોડા, અતિવૃષ્ટી, અનાવૃષ્ટી અને જમીન ધોવાણ જેવી કુદરતી આફતોમાં ધરતીપુત્રને સહાય થકી બળ પુરુ પાડ્યું

ગાંધીનગરઃ ગુજરાત સરકારનો અભિગમ હંમેશા Farmer Assiststance ખેડૂતલક્ષી રહ્યો છે, વર્ષ 2015-16 થી અત્યારસુધીમાં કુદરતી આફતોમાં અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને ચૂકવાયેલી સહાયની રકમનો આંકડો આ વાતનો પુરાવો છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત સરકારે વર્ષ 2015-16 થી લઈને વર્ષ 2023-24 સુધીમાં કુદરતી આફતમાં થયેલા પાક નુકશાનીમાં રાહત આપવા 88.76 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. 10,532 કરોડથી વધુ રકમની આર્થિક સહાય ચૂકવી છે.
PM નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની Farmer Assiststance ટીમ ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કાર્યરત છે, પણ કમનસીબે અનેકવાર અતિવૃષ્ટી, અનાવૃષ્ટિ, વાવાઝોડું કે માવઠા જેવા કુદરતી પરિબળોના કારણે કિસાનોએ વ્યાપક પ્રમાણમાં પાક-નુકસાની સહન કરવી પડી છે. જો કે, આવા કપરા સંજોગોમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર ખેડૂતોની પડખે અડીખમ ઉભી રહી છે.

જો વિગતવાર જોઈએ તો, વર્ષ 2015-16માં ભારે વરસાદ અને Farmer Assiststance કમોસમી વરસાદના પગલે 1,82,041 ખેડૂતોના પાકને મોટા પાયે નુકશાન થયું હતું. આ નુકસાનીની સહાય પેટે સ્ટેટ ડિઝાસ્ટર રિલિઝ ફંડ હેઠળ ખેડૂતોને રૂ. 279.22 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. તે જ રીતે વર્ષ 2017-18માં ભારે વરસાદ, પૂર અને જમીન ધોવાણના કિસ્સામાં 7,69,570 ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો. રાજ્ય સરકારે ખેડૂતોને આ નુકશાની પેટે રૂ. 1,706. 60 કરોડની રકમ સહાય તરીકે ચૂકવી હતી.
બીજા જ વર્ષે એટલે કે વર્ષ 2018-19માં પણ ભારે વરસાદ,પૂર અને દુષ્કાળ Farmer Assiststance જેવી આફતોમાં 17,59,614 ખેડૂતોને રાજ્ય સરકારે રૂ.1,678.09 કરોડની રકમ સહાય પેટે ચૂકવી. તે જ રીતે વર્ષ 2019-20માં પણ કમોસમી વરસાદના કિસ્સામાં 33,18,097 ખેડૂતોને કૃષિ સહાય પેકેજ તરીકે રૂ. 2,489.58 કરોડની સહાય ચૂકવવામાં આવી. વર્ષ 2020-21 પણ બાકાત ન હતું. આ વર્ષમાં ભારે વરસાદ, પૂરના પગલે રાજ્યના 19,03,575 ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું. જેની સહાય પેટે સરકાર દ્વારા રૂ.2,905.97 કરોડની ચૂકવણી કરવામાં આવી. વર્ષ 2021-22માં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો.
વાવાઝોડાથી થયેલા નુકશાનના પગલે રાજ્યના 7,67,330 ખેડૂતોને બે Farmer Assiststance તબક્કામાં રૂ. 1,240.58 કરોડની સહાય ચૂકવવામાં આવી. વર્ષ 2022-23 માં પણ રાજ્યએ અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો. અતિવૃષ્ટીના કારણે 1,38,691 ખેડૂતોને આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવ્યો. આ સ્થિતિમાં રાજ્ય સરકારે રૂ. 147 કરોડની સહાય ચૂકવી. વર્ષ 2023-24માં પણ કમોસમી વરસાદની સ્થિતિમાં 37,045 ખેડૂતોને કૃષિ રાહત પેકેજ જાહેર કરીને 85.49 કરોડની સહાય ચૂકવી. આમ, છેલ્લા 9 વર્ષના સમય-ગાળામાં ગુજરાતમાં આવેલી કુદરતી આફતોમાં ગુજરાત સરકાર ધરતીપુત્ર સાથે ખભેખભા મિલાવી ઉભી રહી છે.

આ પણ વાંચોઃ OMG!/ દુનિયાની એક એવી જગ્યા જ્યાં 6 મહિના સુધી નથી થતો સૂર્યોદય, છતાં લોકો છે ખુશ

આ પણ વાંચોઃ Railway Track/ રેલ્વે ટ્રેક પર શા માટે રાખવામાં આવે છે તીક્ષ્ણ પથ્થર, શું તમે જાણો છો તેની પાછળનું વિજ્ઞાન

આ પણ વાંચોઃ Weird Name/ ગામનું નામ એટલું વાંધાજનક છે કે બોલવામાં શરમ આવે, દુનિયા પણ ઉડાવે છે મજાક !

આ પણ વાંચોઃ અજબગજબ/ ચારે બાજુથી પસાર થાય છે ટ્રેનો, છતાં થતો નથી અકસ્માત ; આ નજારો જોવા લોકો આવે છે દૂર-દૂરથી 

આ પણ વાંચોઃ OMG!/ ટાઈમ ટ્રાવેલને લઈને ચોંકાવનારો દાવો, 400 વર્ષ જૂની પેઈન્ટિંગમાં જોવા મળેલી આ આધુનિક વસ્તુ