Not Set/ દુનિયાની 11 માં નંબરની ખેલાડી આવી કોરોનાની ઝપટમાં

વર્લ્ડ નંબર 11 અને ફ્રેન્ચ ઓપન 2021ની ફાઇનલિસ્ટ અનાસ્તાસિયા પાવ્લુચેન્કોવા મંગળવારે ઓસ્ટ્રેલિયા ઓપનમાં ભાગ લેતા પહેલા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતુ.

Ajab Gajab News
આ ખેલાડી કોરોના પોઝિટિવ

વર્લ્ડ નંબર 11 અને ફ્રેન્ચ ઓપન 2021ની ફાઇનલિસ્ટ અનાસ્તાસિયા પાવ્લુચેન્કોવા મંગળવારે ઓસ્ટ્રેલિયા ઓપનમાં ભાગ લેતા પહેલા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતુ. જેના કારણે તેમને ક્વોરેન્ટિનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો – IND vs SA / દક્ષિણ આફ્રિકાને પહેલી ટેસ્ટમાં હાર આપ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા WTC પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત

ફ્રેન્ચ ઓપનની રનર અપ અનાસ્તાસિયા પાવ્લુચેન્કોવા કોવિડ સંક્રમણનો ભોગ બની છે. જેના કારણે 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા વર્ષનાં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેના રમવા અંગે શંકાઓ ઉભી થઈ ગઇ છે. આ 30 વર્ષીય રશિયન ખેલાડીએ કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાની પુષ્ટિ કરતા કહ્યું કે, તે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ મંગળવારથી ક્વોરેન્ટિઈનમાં છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું – મને સંપૂર્ણ રસી આપવામાં આવી છે અને હું દુબઈમાં સિઝનની શરૂઆતની તૈયારીમાં વ્યસ્ત હતી. જો કે, આપણે ખૂબ જ મુશ્કેલ અને અણધાર્યા સમયમાં જીવી રહ્યા છીએ. અનાસ્તાસિયાએ કહ્યું- અત્યારે હું સ્પેશિયલ હોટલમાં ડોક્ટરોની દેખરેખમાં તમામ પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરી રહી છું, જે અન્ય લોકોથી સંપૂર્ણપણે અલગ છે. તે પોતાના કરિયરનાં સર્વશ્રેષ્ઠ ફોર્મમાં એટલે કે 11માં રેન્ક પર આવી ગઇ છે.

આ પણ વાંચો – Cricket / સ્મૃતિ મંધાનાની લાગી શકે છે લોટરી, ICC મહિલા T20 ઈન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેટ

જૂનમાં રોલેન્ડ ગેરોસ ખાતે તેણીની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ રમનાર પાવ્લુચેન્કોવા હવે કારકિર્દીનાં ઉચ્ચ રેન્કિંગમાં 11માં ક્રમે છે. તેણે નવેમ્બરમાં બિલી જીન કપમાં રશિયાનું નેતૃત્વ કર્યું, જે અગાઉ ફેડ કપ હતો, અને ઓગસ્ટમાં ટોક્યો ઓલિમ્પિકમાં આન્દ્રે રુબલેવ સાથે મિશ્ર ડબલ્સમાં રશિયા માટે સુવર્ણ ચંદ્રક જીત્યો. આ પહેલા ડોમિનિક થીમ ઈજાનાં કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઈ ગયા હતા.