Cricket/ પુજારાનો આઉટ થતો વીડિયો જોઇ તમે પણ માથું પકડી લેશો, જુઓ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા મેળવવા માટેનો જંગ શરૂ થઈ ગયો છે.

Sports
PICTURE 4 86 પુજારાનો આઉટ થતો વીડિયો જોઇ તમે પણ માથું પકડી લેશો, જુઓ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા મેળવવા માટેનો જંગ શરૂ થઈ ગયો છે. ચેન્નઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમાઈ રહી છે.

આપને જણાવી દઇએ કે, ચેન્નઈમાં રમાઇ રહેલી ટેસ્ટનાં ત્રીજા દિવસે પ્રથમ દાવમાં 578 રન બનાવીને ઇંગ્લેન્ડની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયાની શરૂઆત પ્રથમ ઇનિંગમાં સારી રહી નથી અને 200 નો આંકડો પાર કરતા ટીમે છ વિકેટ ગુમાવી દીધી છે. ઋષભ પંત (91) અને ચેતેશ્વર પુજારા (73) એ ટીમને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે દિવસ પૂર્ણ થાય તે પહેલા બંને બેટ્સમેન પેવેલિયન પહોંચી ચુક્યા હતા. આ દરમિયાન પુજારા અનોખી રીતે આઉટ થયો હતો, જેનાથી ભારતીય બેટ્સમેન ખૂબ ગુસ્સે દેખાઈ રહ્યા હતા.

https://twitter.com/ChloeAmandaB/status/1358363095509307392?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1358363095509307392%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-cheteshwar-pujara-gets-out-in-an-strange-manner-in-chennai-test-match-first-innings-after-scoring-73-runs-rishabh-pant-dominic-bess-joe-root-virat-kohli-rohit-sharma-ind-vs-eng-test-series-2021-3839718.html

ઋષભ પંત જ્યારે ક્રિઝ પર બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલ સ્થિતિમાં દેખાઇ રહી હતી, પરંતુ પંત અને પુજારાએ સાથે મળીને પાંચમી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. તે સમયે જ્યારે પુજારા અને પંતે ક્રિઝ પર સેટ થઇ ગયા હતા અને તેઓ સદી તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે કેપ્ટન જો રૂટે બોલિંગ ડોમિનિક બેસને આપી હતી. બેસે શોટ પિચ બોલ પુજારા તરફ ફેંક્યો હતો, જેને ભારતીય બેટ્સમેને પુલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બોલ શોર્ટ લેગ પર ફીલ્ડરનાં હેલ્મેટ પર વાગ્યો હતો અને સિલી મિડ-ઓન પર રોરી બર્ન્સનાં હાથમાં આવી ગયો હતો. આ રીતે આઉટ થયા બાદ પુજારા ખૂબ નાખુશ દેખાયો હતો અને તેણે તેના બેટને પેડ પર પૂરજોશથી મારીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પુજારાનાં આઉટ થયા બાદ બેસે પંતને 91 નાં સ્કોર પર રોકીને ઇગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે.

Cricket / ભારતીય ટીમ મુશ્કેલીમાં, ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યા સુધી સ્કોર રહ્યો 257/6

Cricket / 18 મી ફેબ્રુઆરીએ IPLની હરાજી, 1,000 કરતા વધુ ખેલાડીઓ લેશે ભાગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ