Morbi/ સ્પામાં મસાજ કરવાના ગૃહ કલેશથી યુવકે આપઘાત કર્યો

સ્પાં જતો હોય જે બાબતે ઘરમાં માથાકૂટ થતી હોય જેથી એક માસ પોતાના ઘરમાં જ રહ્યા બાદ ઘરેથી ચાલ્યા ગયા હતા

Gujarat
Untitled 51 સ્પામાં મસાજ કરવાના ગૃહ કલેશથી યુવકે આપઘાત કર્યો

રાજયમાં દિવસે  ને દિવસે    આપઘાત ના કેસ વધતાં  જોવા મળી રહ્યા  છે  ત્યારે એવો જ એક કિસ્સો સામે  આવ્યો છે  જેમાં  મોરબીના  મોરબીના વજેપર શેરી નંબર 11 માં રહેતા જગદીશ ભગવાનજીભાઇ પરમાર જાતે સતવારાનો 18 વર્ષનો પુત્ર લાલજીભાઇ જગદીશભાઇ પરમાર રાત્રે જમીને ઘરેથી નિકળ્યા બાદ ગુમ હતો અને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. આ દરમ્યાન લાલજીભાઇએ તેના મામાને ફોન કરીને પોતે બોયઝ સ્કુલની પાસે હોવાનું અને મને લેવા આવો તેમ જણાવ્યું હતુ.

આ પણ વાંચો:ગુજરાત / કોરોનાનું સંક્રમણ સતત વધતાં રાજ્યના પ્રસિધ્ધ તિર્થધામો દ્વારા એક સપ્તાહ દર્શન બંધ રાખવાનો નિર્ણય

તેના પરિવારના સભ્યો તેને લેવા માટે આવ્યો હતા. તે દરમ્યાનમાં લાલજી પરમારે શરીરે ડીઝલ છાંટીને દીવાસળી ચાંપી લેતાં તે ગંભીરપણે દાઝી ગયો હતો. ઘટનાસ્થળે જ તેનું મોત નિપજયુ હતુ બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ મૃતદેહને પીએમ માટે ખસેડીને બનાવના કારણ અંગે પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો:રાજકોટ / P.S.I અને L.R.Dના નોકરી ઈચ્છુકોને છેતરતી બંટી-બબલીની પોલીસે ધરપકડ કરી

આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મૃતક યુવાનને સ્પાનો ચસ્કો લાગ્યો હોવાથી અવાર નવાર સ્પામાં જતો હોય જે બાબતે ઘરમાં માથાકૂટ થતી હોય જેથી એક માસ પોતાના ઘરમાં જ રહ્યા બાદ ઘરેથી ચાલ્યા ગયા હતા બાદ આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે આ મામલે પોલિસે ઘટનાનું સત્તાવાર કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે