Not Set/ અમદાવાદ/ ખાનગી ક્લિનિક- નર્સિંગ હોમ નહીં શરૂ કરનાર અધધધ તબીબો, દરેકને મનપાએ પાઠવી નોટીસ

ગુજરાત રાજ્ય્માંકોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૦૦૦ કરતા વધુ કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે અમદ્વાદની હાલત અતિ ગંભીર જણાઈ રહી છે. અમદાવાદમાં પણ કોરોના વાઈરસનો આંકડો ૫૦૦૦ પહોચવા આવ્યો છે.  ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે કહ્યું હતું કે આગામી 48 કલાકોમાં તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ક્લિનિક ફરીથી ખોલવામાં આવે […]

Ahmedabad Gujarat
44864b3fb3de1ba4da02261ace69167d અમદાવાદ/ ખાનગી ક્લિનિક- નર્સિંગ હોમ નહીં શરૂ કરનાર અધધધ તબીબો, દરેકને મનપાએ પાઠવી નોટીસ
44864b3fb3de1ba4da02261ace69167d અમદાવાદ/ ખાનગી ક્લિનિક- નર્સિંગ હોમ નહીં શરૂ કરનાર અધધધ તબીબો, દરેકને મનપાએ પાઠવી નોટીસ

ગુજરાત રાજ્ય્માંકોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૦૦૦ કરતા વધુ કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે અમદ્વાદની હાલત અતિ ગંભીર જણાઈ રહી છે. અમદાવાદમાં પણ કોરોના વાઈરસનો આંકડો ૫૦૦૦ પહોચવા આવ્યો છે.  ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે કહ્યું હતું કે આગામી 48 કલાકોમાં તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ક્લિનિક ફરીથી ખોલવામાં આવે અને આદેશનું પાલન નહી થતાં તેમના લાઇસન્સ રદ કરવામાં આવશે.

જે અનુસાર અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલો, નર્સિગ હોમ અને ક્લિનિકને ચાલુ કરવા કરેલી તાકીદના સંદર્ભમાં આ હુકમનું ઉલ્લંધન કરનાર 228 ક્લિનિક હોસ્પિટલને આજે નોટિસ આપવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે હોસ્પિટલ બંધ કરીને બેસેલા ખાનગી તબીબો સામે તંત્રએ પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

નોધનીય છે કે, અમદાવાદ મનપા દ્વારાતમામ ખાનગી દવાખાના ચાલુ કરવ અનુરોધ કરવામાં આવ્યો  હતો. અને જણાવ્યું હતું કે, જો ખાનગી દવાખાના ચાલુ નહી કરવામાં આવે તો તેનું લાયસન્સ મ્યુનિ. દ્વારા રદ કરવામાં આવશે. આદેશનો ભંગ કરનાર ખાનગી તબીબો હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ – કોવિડ કેર સેન્ટર કે હોમ આઇસોલેશન દર્દીઓની સેવામાં જોડી દેવામાં આવશે. આ અંગે આ આવા ડોક્ટરોએ કે હોસ્પીટલો એ સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રીપોર્ટ કરવાનો રહેશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવા ડોક્ટરોને જે તે વિસ્તારમાં આ સેવામાં જોડાવા સૂચના આપશે.  ઉલ્લેખનીય છે કે, 65 વર્ષથી વધુ વય ધરાવતા તબીબો અને તેમના ક્લિનિક ને ફરજિયાત શરૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.