એક તરફ ગુજરાતમાં બાળકોમાં મ્યુકોરમાઇકોસીસ એટલે કે બ્લેક ફંગસના પહેલો કિસ્સો જોવા મળ્યો છે. ત્યારે હવે ગુજરાત ઉપર નવા એક ચેપનો ખતરો જોવા મળી રહ્યો છે. બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ જોવા મળ્યા છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસના ત્રણ કેસ નોંધાતા ડોક્ટરોમાં પણ ચિંતા પ્રસરી છે. અમદાવાદમાં વ્હાઇટ ફંગસના પહેલો કેસ સામે આવ્યો છે. શરીરના અલગ અલગ અવયવને બહોળા પ્રમાણમાં નુકસાન કરે છે.
સોલા સિવિલ હોસ્પિટલના ઇ એન્ડ ટી વિભાગના વડા ડો. નીના જણાવે છે કે બ્લેક ફંગસ ઉપરાંત એસપજીલોસીસ અને કેન્ડીડા પ્રકારની પણ ફંગસ હોય છે. કેન્ડીડા ફંગસ સારા સાજા માણસમાં પણ ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતી હોય છે. પણ હાલ જે કેસ જોવા મળ્યા છે તેમા એસપજીલોસીસ અને કેન્ડીડાના કેસ પણ જોવા મળ્યા છે. દરેક ફંગસના રોગ જોખમી જ હોય છે. પરંતુ તેની અસર કેટલી છે તેનાથી તેનું જોખમ નક્કી થાય છે.
આ પણ વાંચો :જીએમએસસીએલ એ સોલા સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસના ઇન્જેકશન મોકલાવ્યા
અમદાવાદમાં દર્દીઓની જરૂરીયાત સામે માત્ર 10 ટકા જ ઇન્જેક્શન હાલમાં ઉપલબ્ધ છે. હાલ માં 12 હજારની જરૂરીયાત સામે અમદાવાદ મનપાને માત્ર 1200 ઇન્જેક્શન મળ્યા છે. વર્તમાન જથ્થો માત્ર સરકારી હોસ્પિટલના દર્દીઓ માટે જ ઉપલબ્ધ કરાવાયો છે.
મ્યુકોરમાઇકોસીસ આંખ, મગજ અને નાકની અંદર જાય છે એટલે જોખમી છે. તેવી રીતે આ વ્હાઇટ ફંગસ પણ એવું જ છે તે નાકમાં, આંખમાં અને મગજમાં એટલી ઝડપથી ફેલાઈ શકે છે. વ્હાઇટ ફંગસ માટે ઈન્જેકશન કે પછી ટેબ્લેટ ઓરિકેનજોલ એન્ટીફંગલ ટ્રીટમેન્ટ છે જે દર્દીઓને ઘરે આપી શકીએ. મ્યુકોરમાઇકોસીસ માં જે ઈન્જેકશન આપતા હોય તેની સાઈડ ઇફેક્ટ કિડની પર થતી હોય છે પણ વ્હાઇટ ફંગસમાં અપાતી ટેબ્લેટ કે ઈન્જેકશની સાઈડ ઈફેક્ટ લીવર પર થતી હોય છે.
આ પણ વાંચો :અંજાર પોલીસે 25 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપી પકડાયો
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે બ્લેક ફંગસે ચિંતા વધારી છે. ઘણા રાજ્યોમાં આના કારણે લોકોના મોત થયા છે. એવામાં ઘણા રાજ્યોએ તેને મહામારી જાહેર કરી છે. ત્યારે દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસને રોકવા માટે ત્રણ સાવચેતી ખૂબ જ જરુરી છે. પ્રથમ ડાયાબિટિસને કન્ટ્રોલમાં રાખવું જોઈએ. બીજુ કે સ્ટેરોઈડ ક્યારે આપવાના છે તેને લઈ સાવધાની રાખવી જોઈએ અને ત્રીજુ સ્ટેરોઈડના હળવા અને મધ્યમથી ડોઝ આપવા જોઈએ.
રિપોર્ટ્સ પ્રમાણે વ્હાઇટ ફંગસ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આનાથી બચવા માટે પોતાની આસપાસ સાફ-સફાઈ પર ધ્યાન આપો, કેમકે તમામ ફંગસ મુખ્ય રીતે ભીની માટીમાં વિકસે છે અને પર્યાવરણને દૂષિત કરે છે. શ્વાસ દ્વારા આ અંદર જઇને દર્દીને વધારે બીમાર કરે છે.
આ પણ વાંચો :ઠંડાપ્રદેશની મશરૂમ વૈજ્ઞાનિકોએ સૂકા રણપ્રદેશમાં ઉગાડી, ભાવ તો આકાશને આંબે એવા