in Junagadh/ કોલ કરીને યુવકને બોલાવીને નિર્વસ્ત્ર ફોટા પાડી બ્લેકમેઈલ કર્યો

રૂમમાં અન્ય લોકોને બોલાવી યુવકને માર મારી રૂપિયાની માંગણી કરી

Gujarat Top Stories

Gujarat News : રાજકોટમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂપ્યા પડાવવાનો મામલો સામે આવ્યો છે. જેમાં જુનાગઢની એક યુવતીએ કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા યુવકને ફોન કરીને જુનાગઢ બોલાવ્યો હતો. બાદમાં તેને રૂમમાં લઈ જઈને અન્ય લોકોને પણ બોલાવી લેવાયા હતા. તેમમે યુવકને મારઝુડ કરીને તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી.

આ યુવતી યુવકને રૂમમાં લઈ ગઈ હતી. બાદમાં યુવતીના માતા, ભાઈ અને મિત્રએ ત્યાં આવીને યુવકના નગ્ન ફોટા પાડી લીધા હતા. બાદમાં તમામ આરોપીઓએ યુવકને બેટ વડે મારઝૂડ કરી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની સોનાની વીંટી કાડી લીધી હતી. તે સિવાય તેમણે સમાધાન માટે સાત લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે યુવતીની માતા હોવાનો દાવો કરનાર મહિલાએ 25 લાખ રૂપિયા માંગ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ ભાગ બનનાર યુવકનું આધારકાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ પણ લઈ લીધું હતું. અંતે યુવકે રાજકોટ પોતાના ઘરે જઈને પરિવાર તથા મિત્રને સઘળી હકીકત જણાવી હતી. આ અંગે બાદમાં યુવતી રૂહી પટેલ, સાગર, રવી, જયસુખ રબારી અને મંજુલા હીરપરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જુનાગઢ બી ડિવીઝન પોલીસે ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની શાળાઓમાં 34 દિવસનું વેકેશન

આ પણ વાંચો:ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

આ પણ વાંચો:અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે, શુક્રવારે વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ

આ પણ વાંચો:ભાવનગરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા