Not Set/ યુવક પાણીમાં ડૂબતો રહ્યો, મિત્ર વીડિયો બનાવવામાં રહ્યો વ્યસ્ત

જીવન જીવવા માટે પાણી ઘણુ મહત્વનું છે પરંતુ આ જ પાણી ક્યારેક જીવ માટે જોખમ સાબિત થતુ હોય છે. તેવી જ એક ઘટના સામે આવી રહી છે, જ્યા  ફિરોઝાબાદનાં ગાંધીનગરનો યુવક શુક્રવારે સાંજે ભૂંડા કેનાલમાં નહાવા ગયો હતો, જે દરમિયાન તે ડૂબી ગયો હતો. ત્યારબાદ શનિવારે સવારે ભાંડરીની પાસે યુવકની લાશ મળી આવી હતી. પોલીસે […]

India
hands drowning sea 1920x1080 wallpaper wallpaper 1920x1080 www wallmay net 0 યુવક પાણીમાં ડૂબતો રહ્યો, મિત્ર વીડિયો બનાવવામાં રહ્યો વ્યસ્ત

જીવન જીવવા માટે પાણી ઘણુ મહત્વનું છે પરંતુ આ જ પાણી ક્યારેક જીવ માટે જોખમ સાબિત થતુ હોય છે. તેવી જ એક ઘટના સામે આવી રહી છે, જ્યા  ફિરોઝાબાદનાં ગાંધીનગરનો યુવક શુક્રવારે સાંજે ભૂંડા કેનાલમાં નહાવા ગયો હતો, જે દરમિયાન તે ડૂબી ગયો હતો. ત્યારબાદ શનિવારે સવારે ભાંડરીની પાસે યુવકની લાશ મળી આવી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. ઘટના બાદ પરિવારમાં દુઃખની લાગણી ફેલાઈ હતી. અભિષેકકુમાર પુત્ર અશોક જૈન ફિરોઝાબાદમાં ચંદ્ર વિઝન મિક્સર એડિટિંગનાં નામે દુકાન ચલાવતો હતો. તે તેના મિત્ર હરીઓમ સાથે બાઇક પર બેસી કેનાલ ભૂંડા બ્રિજ પાસે આવ્યો હતો અને કેનાલમાં નહાવા કૂદી પડ્યો હતો. યુવકનાં નહાવાનાં સમયે તેનો મિત્ર વીડિયો બનાવી રહ્યો હતો. નહાતા દરમિયાન અચાનક જ યુવક નહેરનાં ઉંડા પાણી તરફ ગયો અને પછી તે ડૂબી ગયો.

Firozabad canal યુવક પાણીમાં ડૂબતો રહ્યો, મિત્ર વીડિયો બનાવવામાં રહ્યો વ્યસ્ત

યુવકનાં ડૂબી ગયા બાદ તેની સાથે આવેલો મિત્ર આ ઘટનાથી ડરી જતા કોઈને જાણ ન થાય તે રીતે કોઇને પણ બાતમી આપ્યા વિના ત્યાથી ભાગી ગયો. રાત્રે 9.30 વાગ્યે યુવકનાં ડૂબી ગયા હોવાની જાણ તેના પરિવારજનોને મળી અને તેઓ મોડી રાત્રે શિકોહાબાદ આવી ગયા. મોડી રાત થઇ હોવાને કારણે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ન હતું. નહેર પાસેથી પોલીસને બાઇક, આલ્બમ, ચપ્પલ વગેરે મળી આવ્યા હતા. પોલીસે દરેક ચીજ વસ્તુઓને જમા કરી પોલીસ સ્ટેશન પહોચાડી દીધી હતી. શનિવારની સવારે પરિવારજન અને પોલીસે ડાઇવર્સની મદદથી શોધખોળ શરૂ કરી. પરંતુ યુવક કેનાલમાં કોઇ જગ્યાએ નજર ન આવ્યો. બપોર પછી યુવકની લાશ ભાંડરીની પાસે બંબાથી મળી આવી.

web3 man hand water drowning drowned suffocate overwhelmed shutterstock યુવક પાણીમાં ડૂબતો રહ્યો, મિત્ર વીડિયો બનાવવામાં રહ્યો વ્યસ્ત

ઉલ્લેખનીય છે કે, એક સામાન્ય ચૂકથી યુવકે પોતાનુ અમૂલ્ય જીવન ગુમાવ્યુ. યુવકની લાશ મળ્યા બાદ જ્યારે પરિવારજનોને આ ઘટના વિશે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે જવાબ આપ્યો કે, તેની સાથે એક મિત્ર હતો જેણે ડૂબવાની જાણકારી કોઇને પણ કરી નહોતી. પરંતુ પોલીસને હરિઓમની પાસે મોબાઇલથી બનેલો વીડિયો મળ્યો હતો. જેમા અભિષેક કેનાલમાં ડૂબતો નજરે પડે છે. ડૂબતા યુવકનો મિત્ર તેને વારંવાર બહાર આવવા કહે છે પરંતુ યુવક બહાર આવતો નથી અને અંતે તે ઉંડા પાણીમાં જતા ડૂબી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.