Not Set/ કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના દીકરાનું નામ જેહ નહીં જહાંગીર છે

કરીના કપૂર ખાનના મોટા પુત્ર તૈમુર અલી ખાનના જન્મ સમયે, તેના નામ વિશે ઘણી ચર્ચા થઇ હતી. કરીનાએ તેના દીકરાનું નામ તૈમુર રાખ્યું હતું,…

Entertainment
કરીના કપૂર

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં કરીના તેના પુસ્તક ‘Kareena Kapoor Khan’s Pregnancy Bible’ માટે ઘણી હેડલાઇન્સમાં છે. તાજેતરમાં કરીનાએ કરણ જોહરના સહયોગથી આ પુસ્તક લોન્ચ કર્યું છે. આ પુસ્તકમાં કરીનાએ તેના બંને પુત્રોના જન્મ દરમિયાનનો અનુભવ શેર કર્યો છે. હવે તાજેતરમાં જ આ પુસ્તક દ્વારા વધુ એક મહત્વનો ઘટસ્ફોટ થયો છે. તે કરીનાના નાના પુત્ર સાથે સંબંધિત હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો :9 વર્ષથી કેન્સરથી પીડિત એક્ટ્રેસ સરન્યા શશીએ દુનિયાને કહ્યું અલવિદા

હકીકતમાં, કરીના કપૂર ખાનના મોટા પુત્ર તૈમુર અલી ખાનના જન્મ સમયે, તેના નામ વિશે ઘણી ચર્ચા થઇ હતી. કરીનાએ તેના દીકરાનું નામ તૈમુર રાખ્યું હતું, જેના માટે સૈફ કરીનાનો ભારે વિરોધ થયો હતો. જો કે, તેમની તરફથી ક્યારેય કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. પરંતુ આની અસર એવી હતી કે કરીનાએ હજી સુધી તેના બીજા પુત્રનું નામ જાહેર કર્યું નથી. અત્યાર સુધી માત્ર એટલું જ જાણીતું છે કે કરીના કપૂર ખાનના નાના દીકરાનું નામ ‘જેહ’ છે.

Instagram will load in the frontend.

પરંતુ રિપોર્ટ પ્રમાણે, કરીનાએ પોતાના પુસ્તક ‘પ્રેગ્નેન્સી બાઈબલ’માં દીકરાના અસલી નામનો ઉલ્લેખ કર્યો છે. કરીનાએ પુસ્તકમાં જણાવ્યું છે કે, તેના દીકરાનું નામ ‘જહાંગીર’ છે. પુસ્તકમાં એક્ટ્રેસે કામ અને પરિવાર વચ્ચે કેવી રીતે તે સંભાળીને રાખતી હતી તેનો ઉલ્લેખ કર્યો છે અને તેમાં એક તસવીરના કેપ્શનમાં તેણે ‘જહાંગીર’ લખ્યું છે. જો કે, હજી સુધી આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો સમાચાર પર વિશ્વાસ કરવો હોય તો, કરીના કપૂર ખાનના પુસ્તકના પાછલા પાના પર પુત્રના નાના પુત્રની તસવીર છે. આ તસવીરના નીચે પુત્રનું નામ ‘જહાંગીર’ લખેલું છે. જેના કારણે ફરી એકવાર ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું છે.

આ પણ વાંચો :વાણી કપૂરે જણાવ્યું મહામારી વચ્ચે કઈ રીતે કર્યું બેલ બોટમનું શૂટિંગ, આવો રહ્યો અનુભવ

બીજા દીકરાનું નામ જહાંગીર હોવાનું જાણ્યા બાદ કરીના કપૂર ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. એક યૂઝરે લખ્યું છે ‘કરીના કપૂર અને સૈફ અલી ખાન મુગલ શાસકોની ટીમ બનાવશે તેમ લાગી રહ્યું છે. પહેલા તૈમૂર અને હવે જહાંગીર…આગામી કોણ છે?’

એક ટ્વિટર યૂઝરે લખ્યું છે ‘કરીના કપૂર કાનના દીકરાનું નામ કલામ, ઈરફાન અથવા ઝાકિર રાખી શકાતું હતું તો પછી તૈમૂર અને જહાંગીર કેમ? આ જાતે ઘડેલુ ષડયંત્ર છે. એવું લાગે છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાન મુગલ નામની એક આઈપીએલ ટીમ લોન્ચ કરવા જઈ રહ્યા છે’.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :સોનુ સૂદનું ન્યૂ સોંગ સાથ ક્યા નિભાઓગે રિલીઝ, જોવા મળી ટોકી કક્કર અને અલ્તાફ રાજાની જુગલબંધી

આપને જણાવી દઈએ કે જહાંગીર મુઘલ શાસક હતા જેમણે ઘણા દાયકાઓ સુધી ભારત પર શાસન કર્યું. જહાંગીર અકબરનો પુત્ર હતો જેનું બીજું નામ સલીમ પણ હતું. જહાંગીરનો જન્મ 31 ઓગસ્ટ 1569 ના રોજ થયો હતો. જહાંગીરે 1605 થી 1627 માં તેમના મૃત્યુ સુધી ભારતની સત્તા સંભાળી હતી. લાહોરની મુલાકાત દરમિયાન 28 ઓક્ટોબર 1627 ના રોજ તેમનું અવસાન થયું.

ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરે ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. 21 ફેબ્રુઆરી, 2021ના રોજ બીજા સંતાનનો જન્મ થયો હતો.

Instagram will load in the frontend.

પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મ હોલિવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે.

આ પણ વાંચો :સિંગિંગ રિયાલિટી શો’ના સેમિફાઇનલ એપિસોડમાં કરણ જોહર ખાસમહેમાન તરીકે પહોંચ્યા,ત્રણ સ્પર્ધકોને આપી આ ખાસ ભેટ