ભરૂચ/ વિધર્મી યુવકે ખોટી ઓળખ આપી વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

બે વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ભરૂચ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Others

ભરૂચના પગૂથણ ગામના ૨૬ વર્ષીય શખ્શ હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ બનાવી બે વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ભરૂચ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

હાલમાં ૨૦ વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીની કોલેજમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિનીનો થોડા સમય અગાઉ મેહુલ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક સાધ્યો હતો. અજાણ્યો વ્યક્તિ હોવાથી યુવતીએ પ્રથમ તો ભાવ આપ્યો ન હતો, પણ બાદમાં પોતાના સમાજનો હોવાનો વિશ્વાસ અપાવતા મિત્રતા બાંધી હતી. વિદ્યાર્થીનીને લગ્ન માટે પ્રસ્તાવ મૂકી, લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.લગ્ન કરવાના હોવાનો વિશ્વાસ અપાવી વિદ્યાર્થિનીને ભરૂચની અલગ -અલગ બે હોટલોમાં વારંવાર લઈ જઈ તેનું શારીરિક શોષણ કર્યું હતું.

બનાવની જાણ પોલીસ તંત્રને કરવામાં આવતા ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી કે ભૂતિયાએ તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસ માં ભાંડો ફૂટ્યો હતો કે આ શખ્શ પરણિત અને  બાળકોનો પિતા છે. ખોટા આધારકાર્ડ અને ફેંક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તે વિધર્મી યુવતીઓ ને ફસાવી શારીરિક શોષણ કરવાની માનસિકતા ધરાવે છે. જેણે કુલ બે યુવતીઓને શિકાર બનાવી હોવાની હકીકત સામે આવી છે.

રુસ્તમના કાવતરાનો પર્દાફાશ થતા તેની વિરુદ્ધ ઇ.પી.કો કલમ- ૩૭૬, ૩૧૩, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૫૦૬૮૨) મુજબ ગુનો દાખલ કરી સિરાજ રુસ્તમ પટેલ રહેવાસી પગુથણ બાપુ નગર તા.જી. ભરૂચ અને હાલ રહેવાસી લીમડી નવી નગરી તા. વાગરા જી. ભરૂચની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!