Not Set/ વજેગઢમાં યુવકે ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા,સગાઇ કરેલ દીકરીને લેવા જતાં મળી ધમકી

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના થરાદના વજેગઢના 35 વર્ષિય યુવકની દીકરીને તેની જયાં સગાઇ કરવામાં આવી હતી તે સાસરીયા દ્રારા લઇ જવામાં આવી હતી.જેને લેવા ગયેલા પિતાને સાસરીયાઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દીકરીના અપહરણ બાબતે થરાદ પોલીસ મથકે 6 ઇસમો વિરુદ્ધ અરજી પણ આપવામાં આવી હતી. જેથી લાગી આવતાં રહેણાંક ઓરડામાં રાત્રીના સમયે દોરડા વડે […]

Gujarat Others
mantavya 146 વજેગઢમાં યુવકે ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા,સગાઇ કરેલ દીકરીને લેવા જતાં મળી ધમકી

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લાના થરાદના વજેગઢના 35 વર્ષિય યુવકની દીકરીને તેની જયાં સગાઇ કરવામાં આવી હતી તે સાસરીયા દ્રારા લઇ જવામાં આવી હતી.જેને લેવા ગયેલા પિતાને સાસરીયાઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

દીકરીના અપહરણ બાબતે થરાદ પોલીસ મથકે 6 ઇસમો વિરુદ્ધ અરજી પણ આપવામાં આવી હતી. જેથી લાગી આવતાં રહેણાંક ઓરડામાં રાત્રીના સમયે દોરડા વડે ગળે ફાંસો ખાઇ વિરદાન કેશાજી (તૂરી) બારોટે મોતને વ્હાલું કરી લીધું હતું.

જે અંગે પોલીસને જાણ થતાં પોલીસે લાશને પી એમ અર્થે સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા.બે પુત્રીઓના પિતાએ આત્મહત્યા કરતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે.