ગુજરાત/ હળવદના મયુરનગરના યુવાને ભારતીય સેનામાં ૧૭ વર્ષ સેવા આપી પરત ફરતા મોરબી તેમજ વતનમાં આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરાયું

ભારતીય સેનામાં ૧૭ વર્ષ સુધી સેવા આપી નિવૃત થયેલા આર્મીના જવાન આજે માદરે વતન પરત ફરતા

Gujarat
Untitled 9 હળવદના મયુરનગરના યુવાને ભારતીય સેનામાં ૧૭ વર્ષ સેવા આપી પરત ફરતા મોરબી તેમજ વતનમાં આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરાયું

ભારતીય સેનામાં ૧૭ વર્ષ સુધી સેવા આપી નિવૃત થયેલા આર્મીના જવાન આજે માદરે વતન પરત ફરતા મોરબી આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા વિવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓ દ્વારા નિવૃત આર્મી જવાનનું અદકેરું સ્વાગત કરાયું હતું વતનવાસીઓએ પોતાના ગામના યુવાન પર ગર્વની લાગણી અનુભવી દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.

આ પણ  વાંચો:સાવધાન! /  ત્રીજી લહેર પુરપાટ વેગે ઝડપ પકડી રહી છે, જાણો આજે ક્યાં નોંધાયાં કેટલા કેસ..?

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દેશના જવાન કલ્પેશ ભાઈ આહીર જે આર્મીમાંથી ૧૭ વર્ષ બાદ રિટાયર્ડ થઈને તેમના નિવાસસ્થાને પરત જઇ રહ્યા હતા ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ છત્રપતિ શિવાજીના ફૂલહાર કરીને કલ્પેશભાઈ આહીર નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલ્પેશ ભાઈ આહીર એક આપણા દેશના ફોજી તરીકે છત્રપતિ શિવાજી મહારાજને ફુલહાર કરીને વધાવવામાં આવ્યા હતા જેમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કે.બી બોરીચા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:ગમખ્વાર અકસ્માત /  ધોળકા-બગોદરા હાઇવે પર માતાજીના મંદિરે જતા પાંચ લોકોના અકસ્માતમાં મોત

કલ્પેશભાઈ લોખીલે ભારતીય સેનામાં વિવિધ સ્થળોએ સેવા આપી છે જેમાં નાસિકથી શરૂઆત કરીને પંજાબ, જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓની સુરક્ષા, દિલ્હી ખાતે વીવીઆઈપી સુરક્ષા અને છેલ્લે આસામ ખાતે ફરજ બજાવી તેઓ નિવૃત થઈને પોતાના વતન પરત ફર્યા છે ત્યારે મોરબી જીલ્લા આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું