Not Set/ રાજ્યપાલનાં નિયુક્ત ફોટોગ્રાફરનાં ઘરે ચોરી, અપનાવી નવીન ટેક્નીક

ચોર ઈસમોએ ઘરમાં બારીની ગ્રીલને ગેસ કટરથી કાપીને અંદર પ્રવેશી ઘરમાં ઘનતેરસ માટે ઉપયોગમાં લેવાયેલા દિવાને પ્રગટાવી તેના અજવાળાની મદદથી ચોરી કરી હતી

Ahmedabad Gujarat
Untitled 163 રાજ્યપાલનાં નિયુક્ત ફોટોગ્રાફરનાં ઘરે ચોરી, અપનાવી નવીન ટેક્નીક

દિવાળીનાં સમયમાં રજાઓ હોવાથી ફરવા જતા લોકો માટે ચેતવણીરૂપ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુજરાતનાં રાજ્યપાલનાં નિયુક્ત ફોટોગ્રાફરનાં ઘરમાં અજાણ્યા ઈસમોએ પ્રવેશીને રોકડ અને દાગીનાં સહિત 13 લાખથી વધુની ચોરી કરી છે. આરોપીઓએ આસપાસનાં મકાનમાં લોકોને જાણ ન થાય તે પ્રકારની ટેક્નીકનો ઉપયોગ કરી ચોરીને અંજામ આપ્યો છે.

  • શહેરમાં તસ્કરો બન્યા બેફામ
  • વધુ એક ચોરીની ધટનાને અપાયો અંજામ

અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ધટનાઓ પોલીસ ચોંપડે નોંધાઈ રહી છે. હાલમાં જ સરકારી રોડનાં કોન્ટ્રાક્ટરનાં વાસણા ખાતેનાં ઘરમાં લાખોની ચોરીને અંજામ આપનાર ઈસમોની પોલીસે ઘરપકડ કરી ત્યાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલા માણેકબાગમાં રાજ્યપાલનાં નિયુક્ત ફોટોગ્રાફરનાં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો છે. પરિવાર સાથે વતનમાં અને બાદમાં ફરવા ગયેલા ફોટોગ્રાફરનાં ઘરને રાતના સમયે ટાર્ગેટ કરીને બે ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં પોતે ન દેખાય તે રીકે ઘરમાં પ્રવેશીને સોના-ચાંદીનાં દાગીનાં અને રોકડ સહિત 13 લાખની વધુની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

Untitled 164 રાજ્યપાલનાં નિયુક્ત ફોટોગ્રાફરનાં ઘરે ચોરી, અપનાવી નવીન ટેક્નીક

ચોર ઈસમોએ ઘરમાં બારીની ગ્રીલને ગેસ કટરથી કાપીને અંદર પ્રવેશી ઘરમાં ઘનતેરસ માટે ઉપયોગમાં લેવાયેલા દિવાને પ્રગટાવી તેના અજવાળાની મદદથી ચોરી કરી હતી. ઘરની લાઈટ ચાલુ કરે તો આસપાસનાં મકાનમાં રહેતા રહીશોને જાણ થઈ જાય તેનાં કારણે દિવડાની મદદથી દાગીનાં સહિતનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. ઘરમાં રહેતા સીસીટીવીમાં પોતે ન આવે તે માટે આરોપી ચોરે સીસીટીવીનાં ડીવીઆરનાં બદલે ટીવીનાં સેટટોપ બોક્સનાં કાર્ડ પોતાની સાથે લઈ ગયા હોવાનું ખુલ્યું છે.

ગુજરાતનાં રાજ્યપાલનાં નિયુક્ત ફોટોગ્રાફરનાં ઘરમાં ચોરીની ધટના બનતા સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે પરિવાર બહાર જવાનો હોવાથી પોતાનાં પાસે પહેરેલા ઘરેણાં પણ સુરક્ષાની દ્રષ્ટીએ ઘરમાં જ મુક્યા હતા. ત્યારે પોલીસે આ મામલે ઘરની બહારનાં સીસીટીવી તપાસતા બે ઈસમો દેખાતા તેઓની શોધખોળ શરૂ કરી છે.  ત્યારે આરોપીઓ પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે તે જોવું રહ્યું.

ગુજરાત / ગ્રામ પંચાયતની ચૂંટણી 21 કે 26 ડિસેમ્બરના ?

અમદાવાદ / રસીના બીજા ડોઝમાં ઉદાસીનતા,બીજો ડોઝ નહિ લીધો હોય તો મ્યુનિ.કોર્પો. સંચાલિત જગ્યાઓ પર પ્રવેશ નહિ

નવાબ મલિકનો ભાજપને ટોણો / ડ્રગ્સ ગુજરાતમાંથી જ સપ્લાય થાય છે, BJPના નેતાઓ ડ્રગ્સ પેડલર્સ સાથે ધરાવે છે સંબંધો