Not Set/ શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ….

રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો પોતાના રોજા ખજૂર ખાઈને જ ખોલે છે. કારણ કે તે તુરંત એનર્જી આપનાર ફળ છે. તેનાથી શરીરને ઊર્જા અને શક્તિ મળે છે.

Health & Fitness Lifestyle
Untitled 203 શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ....

ખજૂર ફળ અને સુકા મેવા તરીકે ઉપયોગમાં આવે છે. બજારમાં તેની અનેક પ્રકારની વેરાયટી મળે છે. તેના કારણે તેના ભાવમાં પણ ફેરફાર જોવા મળે છે. રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો પોતાના રોજા ખજૂર ખાઈને જ ખોલે છે. કારણ કે તે તુરંત એનર્જી આપનાર ફળ છે. તેનાથી શરીરને ઊર્જા અને શક્તિ મળે છે.

તાજા ખજૂર ખૂબ નરમ હોય છે. તે ઝડપથી પચી જાય છે. તેમાં ગ્લૂકોસ હોય છે અને શરીરને તે શક્તિ આપે છે. ખજૂર ઠંડીમાં ખાવાથી લાભ કરે છે. કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. ખજૂર ખવાથી અનેક લાભ થાય છે. પરંતુ તેને યોગ્ય રીતે ખાવામાં ન આવે તો તેનાથી નુકસાન પણ થાય છે.

1. ખજૂરમાં પોટેશિયમ હોય છે. તેને ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. જેનાથી સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે.

2. ખજૂર આયરનનો ખજાનો છે. જો શરીરમાં હિમોગ્લોબિનની ખામી હોય તો રોજ દૂધ સાથે ખજૂર ખાવું જોઈએ.

3. કબજિયાત દૂર કરવા માટે પણ ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. તેથી પેટની સમસ્યાઓ અને કબજિયાત દૂર થાય છે. રોજ સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી લાભ થાય છે.

4. ખજૂરમાં શુગર, પ્રોટીન તેમજ વિટામિન હોય છે. તે શરીરમાં વિટામિન અને મિનરલ્સની ખામીને દૂર કરે છે. તેનાથી શરીરને પોષણ મળે છે. આ માટે રોજ દૂધ સાથે ખજૂર ખાવો જોઈએ.

5. ખજૂર ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી છે. તેનું સેવન કરવાથી બાળકને થતી જન્મજાત બીમારીઓ દૂર થાય છે.

6. ખજૂરમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી આંખની સમસ્યા થતી નથી. નાઈટ બ્લાઈંડનેસ પણ ખજૂર ખાવાથી દૂર થાય છે.

7. ખજૂર કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે. તેને ખાવાથી હાડકા મજબૂત થાય છે.

Untitled 204 શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ....

ખજૂર ખાવાથી થતા નુકસાન

1. ખજૂરથી શરીરમાં બ્લડ શુગર વધે છે. તેથી તેનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું.

2. વજન વધારે હોય તો ખજૂર ખાવાથી બચવું. તેનાથી વજન વધી શકે છે.

3. ખજૂરના કારણે ઘણીવાર ઝાડા પણ થઈ જાય છે.

4. તેનાથી એલર્જી પણ ઘણા લોકોને થતી હોય છે તો ડોક્ટરની સલાહ અચૂક લેવી.

ખજૂર સ્ટોર કરવાની રીત

1. તાજા ખજૂરને જ્યારે એરટાઈટ ડબ્બામાં ફ્રિઝ કરીને રાખવામાં આવે તો 6 મહિના સુધી તેને ખાઈ શકાય છે.

2. સૂકા ખજૂરને એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે.

3. તેને એરટાઈટ ડબ્બા, બેગ કે કંટેનરમાં રાખવા જોઈએ.

Untitled 205 શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ....