Interesting/ આ દેશમાં Underwear ની થઇ ભારે અછત, લોકો 3થી 4 ગણો ભાવ આપી કરી રહ્યા છે ખરીદી

UK માં અન્ડરવેર અને પાયજામાની ભારે અછત છે. દુકાનદારો પાસે સ્ટોકની અછત હોવાના કારણે તેઓ બચેલો માલ ત્રણથી ચાર ગણા ભાવેે વેચી રહ્યા છે.

Ajab Gajab News
huge shortage of underwear

દુનિયાનાં સૌથી વિકસીત દેશ કહેવાતા UK (United Kingdom) છેલ્લા ઘણા દિવસોથી મોટી મુસિબતનો સામનો કરી રહ્યુ છે. અહી ચીજ-વસ્તુઓનાં ભાવ સાતમાં આકાશે પહોંચી ગયા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર અહી અન્ડરવેર અને પાયજામાને લોકો મોટી રકમ આપીને ખરીદવા મજબૂર થઇ ગયા છે.

huge shortage of underwear

આ પણ વાંચો – OMG! / ટાઇટ જીન્સનાં શોખીનો જોઇ લો આ યુવતીની હાલત, સુંદર દેખાવાનાં ચક્કરમાં થઇ ગઇ હવા ટાઇટ

તમે બજારમાં ખરીદી કરવા જાઓ અને ત્યા તમે અન્ડરવેર ખરીદવાનું વિચારો છો તો તમને ખબર હશે કે તેે વધુમાં 100, 150 રૂપિયાનો આવશે, પણ જો તમમને કહેવામાં આવે કે જે 100 રૂપિયાનો અન્ડરવેર હતો તેને તમારે 400 રૂપિયામાં ખરીદવાનો છે તો? તમે સાંભળી પહેલા તો સામેની વ્યક્તિને તમને છેતરી રહ્યો છે કે પછી તમારો મજાક ઉડાવી રહ્યો છેે તેવુ સમજશો પરંતુ આવુ ખરેખરમાં થયુ છે. જણાવી દઈએ કે, UK માં લોકો કઇંક આવું જ કરી રહ્યા છે. આપને જાણીને નવાઇ લાગશે પણ છેલ્લા ઘણા દિવસોમાં UK માં અન્ડરવેર અને પાયજામાની ભારે અછત છે. દુકાનદારો પાસે સ્ટોકની અછત હોવાના કારણે તેઓ બચેલો માલ ત્રણથી ચાર ગણા ભાવેે વેચી રહ્યા છે. જેના કારણે લોકો પરેશાન છે. જોકે, મજબૂરી એવી છે કે લોકો તેને મોંઘા ભાવે ખરીદી રહ્યા છે. પહેલાથી જ UK માં ઈંધણ અને માસની ભારે અછત વર્તાઇ હોવાના સમાચાર સામે આવ્યા હતા. બ્રિટનમાં ઇંધણની અછતના કારણે ન માત્ર ખાવાપીવાની અછત સર્જાઇ છે. પણ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર પણ મોટી અસર જોવા મળી રહી છે. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, આ પરિસ્થિતીની અસર બ્રિટનની આર્થિક વ્યવસ્થા પર પણ જોવા મળશે. એક તરફ ચીનમાં વિજળીનું સંકટ છે તો બીજી તરફ બ્રિટનમાં પેટ્રોલની અછત. આ બંને કારણોની અસર અર્થવ્યવસ્થાને તોડી શકે છે.

huge shortage of underwear

આ પણ વાંચો – Interesting / બાળકે કર્યો એવો જુગાડ, સાઇકલ બની ગઇ Washing Machine

ઉલ્લેખનીય છે કેે, બ્રિટનમાં પેટ્રોલની અછત બ્રેક્જિટ સહિતના અનેક કારણોથી સર્જાઇ છે. પણ તેનું સૌથી મોટું કારણ ટ્રક ડ્રાઇવરોને માનવામાં આવી રહ્યુ છે. કારણ કે, બ્રિટનમાં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો યુરોપ સહિતના દેશોના હતા. જેઓ મહામારી સહિત બ્રેક્ઝિટના કારણે બ્રિટનમાંથી એક્ઝિટ થઇ ગયા છે. અને તેને પરિણામે બ્રિટનમાં ભારે ટ્રકોના પૈડા થંભી ગયા છે. બ્રિટનના તમામ શહેરોની હાલત હાલમાં એક જેવી જોવા મળી રહી છે. અનેક વિસ્તારો અછતના કારણે પ્રભાવિત થયા છે. પેટ્રોલ સહિત ખાવાપીવાની સામગ્રી માટે લોકો એક બીજા સાથે ઝઘડી રહ્યા છે.