Gujarat election 2022/ કુતિયાણામાં તો કાંધલ જ ચાલેઃ સૌરાષ્ટ્રના આ માથાભારે ધારાસભ્યનો વિજય પરિણામ પહેલા જ નિશ્ચિત

ગુજરાતમાં લોકશાહીનું પર્વ વિધાનસભા ચૂંટણીનું મતદાન બંને તબક્કામાં શાંતિપૂર્ણ રીતે યોજાઈ ગયું છે. તેની 182 બેઠકોનું પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. ભાજપ ગુજરાતમાં ફરીથી સત્તા મેળવે તે નિશ્ચિત છે. પણ પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર તો સમાજવાદી પાર્ટી (સપા)ના ઉમેદવાર અને ગોડમધર સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજા જ જીતી જશે તે સુનિશ્ચિત છે.

Gujarat
Kandhal કુતિયાણામાં તો કાંધલ જ ચાલેઃ સૌરાષ્ટ્રના આ માથાભારે ધારાસભ્યનો વિજય પરિણામ પહેલા જ નિશ્ચિત

ગુજરાતમાં લોકશાહીનું પર્વ વિધાનસભા ચૂંટણીનું મતદાન બંને તબક્કામાં શાંતિપૂર્ણ રીતે યોજાઈ ગયું છે. તેની 182 બેઠકોનું પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. ભાજપ ગુજરાતમાં ફરીથી સત્તા મેળવે તે નિશ્ચિત છે. પણ પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર તો સમાજવાદી પાર્ટી (સપા)ના ઉમેદવાર અને ગોડમધર સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજા જ જીતી જશે તે સુનિશ્ચિત છે. તેથી અહીં તો એમ જ કહેવાય છે કે કુતિયાણામાં તો કાંધલ જ ચાલે.

કુતિયાણાં આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ નહી પરંતુ સતત બે ટર્મથી ચૂંટાતા પૂર્વ એનસીપી નેતા કાંધલ જાડેજાનો વિજય નિશ્ચિત મનાય છે. આ વખતે ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી હતી. કોંગ્રેસે નાથા ઓડેદરાની ટિકિટ આપી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ એનસીપીનો મેન્ડેટ આપવાનો ઇન્કાર કર્યા બાદ તે સમજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

આમ આદમી પાર્ટીએ ભીમાભાઈ મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા. કુતિયાણા બેઠક પર પહેલી ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં આ વખતે 54 ટકા મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં ભાજપને આ વખતે ગયા વખત કરતાં વધુ 28, કોંગ્રેસને 20, આપને પાંચ અને અન્યને એક બેઠક મળવાનું અનુમાન છે.

સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઇતિહાસ મોટોછે. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં મોટી નામના ધરાવે છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ ભુરા મુંજા જાડેજા પણ વિધાનસભ્ય રહી ચૂક્યા છે.કાંધલ જાડેજા 2012માં એનસીપીમાંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા.

કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.2017ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન ન હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ અને અપક્ષો સહિત 11 ઉમેદવારને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી લીડથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ કાંધલ જાડેજાએ છેલ્લી બે ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી લીડથી હરાવ્યા હતા.

આ પણ વાંચોઃ

Gujarat Election/PMનો અમદાવાદના રાણીપ સાથે શું સંબંધ? દર વખતે તેઓ અહીં કરે છે મતદાન

Gujarat Election/2017ની સરખામણીમાં આ વખતે PM મોદીએ કરી ઓછી રેલીઓ, શું મતદારો દિશા બદલશે?