Not Set/ ખારાઘોડા રણમાં ચારેય બાજુ પાણી જ પાણી, તોય હજારો અગરિયાઓ તરસ્યા

‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે વેરાન રણમાં બે દિવસ જોરદાર વરસાદ ખાબકતા રણમાં ચારેબાજુ પાણી જ પાણી ફરી વળતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતુ.

Gujarat Others
1 65 ખારાઘોડા રણમાં ચારેય બાજુ પાણી જ પાણી, તોય હજારો અગરિયાઓ તરસ્યા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

‘તાઉ-તે’ વાવાઝોડાનાં પગલે વેરાન રણમાં બે દિવસ જોરદાર વરસાદ ખાબકતા રણમાં ચારેબાજુ પાણી જ પાણી ફરી વળતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતુ. બીજી બાજુ રણમાં વરસાદના પગલે રસ્તો બંધ થતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણીના ટેન્કરો બંધ કરાતા રણમાં મીઠું પકવતા અગરિયાઓ રણમાં ચારેબાજુ પાણી જ પાણી હોવા છતાં તરસ્યા બન્યા હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

રાજ્ય સરકારની મહત્વની જાહેરાત,: કોરોનામાં માતાપિતા ગુમાવનાર બાળકોને માસિક 4000 હજારની સહાય, ભરણપોષણનો ખર્ચ ભોગવશે સરકાર

રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 2000 અગરિયા પરીવારો હાલમાં વેરાન રણમાં કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનુ આકરૂ કામ કરી રહ્યાં છે. આ 2000 જેટલા અગરિયા પરીવારોને પાણી પુરવઠા વિભાગ દ્વારા ચાર ટેન્કરો દ્વારા રણમાં એક એક ઝુપડે પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. ત્યારે અઠવાડિયા અગાઉ “તાઉ-તે” વાવાઝોડાના પગલે રણમાં વરસાદ ખાબકવાની દહેશતના પગલે પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવ અને મામલતદાર કે.એસ.પટેલ સહિતના અધિકારીઓ દ્વારા રણમાં મીઠું પકવતા તમામ અગરિયા પરિવારોને સલામત રીતે રણની બહાર કાઢી આખુ રણ ખાલી કરી દેવામાં આવ્યું હતુ. ત્યારે ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે અઠવાડિયા અગાઉ ખારાઘોડા અને ઝીંઝુવાડાના વેરાન રણમાં બે દિવસ જોરદાર વરસાદ ખાબકતા રણમાં ચારેબાજુ પાણી જ પાણી ફરી વળતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતુ. અને અગરિયાઓને મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જતાં ગરીબ અને પછાત અગરિયા પરિવારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. જ્યારે બીજી બાજુ રણમાં વરસાદના પગલે રસ્તો બંધ થતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણીના ટેન્કરો બંધ કરાતા રણમાં મીઠું પકવતા અગરિયાઓ રણમાં ચારેબાજુ પાણી જ પાણી હોવા છતાં પીવાના પાણીની એક-એક બુંદ માટે રીતસરના વલખાં મારવાની સાથે તરસ્યા બન્યા હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

ગોંડલ: આરોપીને ટીડીઓ કચેરીમાં હંગામી ધોરણે ફરજ બજાવતા શખ્સે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કાઢી આપ્યું તો બંને વિરુદ્ધ ગુનો નોંધાયો

હાલમાં રણમાં અમારા અગરિયાના ઝુપડે 20 દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કરો દ્વારા પહોંચે છે. ત્યારે બીજી બાજુ ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે રણમાં બે દિવસ પડેલા વરસાદનું પાણી અગરિયાઓના પાટાને ઘમરોળતા અગરિયા સમુદાયને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સાચુ અને કડવું સત્ય તો એ છે કે છેવાડાનો માનવી ગણાતો અગરિયો આજેય 18મી સદીમાં જીવતા હોય એવી કફોડી હાલત છે. રણમાં અત્યાર સુધી આકરા ઉનાળામાં પણ અગરિયાઓને રણ બેઠા ટેન્કરો દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતુ હતુ. પણ ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે રણમાં ખાબકેલા વરસાદના લીધે રણમાં આવવા-જવાનો રસ્તો બંધ થતાં હાલમાં પાણીના ટેન્કર રણમાં પહોંચાડવા શક્ય નથી. આથી રણમાં રસ્તો ચાલુ થયા બાદ જો અગરિયા પરિવારો રણમાં હશે તો ફરી પાણીના ટેન્કરો રણમાં દોડાવવામાં આવશે.

kalmukho str 26 ખારાઘોડા રણમાં ચારેય બાજુ પાણી જ પાણી, તોય હજારો અગરિયાઓ તરસ્યા