Gram Panchayat Election/ ગ્રામપંચાયતની ચૂંટણી બની લોહિયાળ, એક કરતાં વધુ સ્થળોએ થઇ બબાલ

જુનાગઢ પિખોર ગામે મતદાન દરમ્યાન હુમલો થયો હતો. બંને પક્ષના ઉમેદવારો અને કાર્યકરો વચ્ચે માથાકૂટ સર્જાઇ હતી. ફોર્મ ભરાયા ત્યારથી માથાકૂટ ચાલતી હતી.  મતદાન મથક ઉપર થયેલી બાબલમાં બે થી ત્રણ લોકોને ઇજા થઈ હતી.

Gujarat Photo Gallery
બાબોદાર 3 ગ્રામપંચાયતની ચૂંટણી બની લોહિયાળ, એક કરતાં વધુ સ્થળોએ થઇ બબાલ

ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે રવિવારે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે.  ત્યારે યુવાઓથી લઈ વૃધ્ધો સુધીમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણી જગ્યાએ નવોઢા ફર્યા ફરીને મતદાન કરવા પહોંચી હતી તો ઘણી જગ્યાએ લકવાગ્રસ્ત લોકો પણ અન્યના સહારે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તો ઘણી જગ્યાએ ચૂંટણી લોહિયાળ પણ બની હતી. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માં એક કરતાં વધુ સ્થળોએ મતદાન મથક જંગના મેદાનમાં ફેરવાઇ ગયા હતા.

105 1 ગ્રામપંચાયતની ચૂંટણી બની લોહિયાળ, એક કરતાં વધુ સ્થળોએ થઇ બબાલ

જેમાં વડોદરાના સાવલીના કરચિયા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આજરોજ સાવલી તાલુકાની 46 ગ્રામ પંચાયત ની 181 સરપંચ પદના ઉમેદવારો માટે તેમજ 428 વોર્ડની બેઠકના ૭૫૧ ઉમેદવારો માટે આજરોજ મતદાન યોજાયું હતું જેમાં સાવલીના કરચીયા ગામે બપોરના સમયે સમીર અકબર સિસોદિયા નામના યુવક પર ચાકુ વડે હુમલો થતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતા બનાવના પગલે જિલ્લા નાયબ પોલીસવડા સહિત ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બે ઈસમોની અટક પણ કર્યા હતા જોકે જાણવા મળ્યા પ્રમાણે સામાજિક અગ્રણીઓની મધ્યસ્થતા થી બંને ગ્રૂપ વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે મતદાન માટે વહેલી સવારથી જ કતારો જોવા હતી અને મતદારોનો ભારે અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો હતો વયોવૃદ્ધ મતદારો પણ મતદાન કરવા મતદાન મથકે ઉમટી પડ્યા હતા આ લખાય છે ત્યાં સુધી ત્રણ વાગ્યા સુધીમાં 80750 મતદારો માંથી 38483 મતદારો એ મતદાન કરતાં 49.30 ટકા મતદાન નોધવા પામ્યું છે

મલેકપૂર ગ્રામપંચાયતની ચૂંટણી બની લોહિયાળ, એક કરતાં વધુ સ્થળોએ થઇ બબાલ

તો દાહોદના સીંગવડમાં મતદાન મથક પર હોબાળો થયો હતો. સીંગવડ તાલુકાના મલેકપુર પ્રા. શાળા મતદાન મથકમાં હોબાળો  થયો હતો. યુવક ગાડી સાથે મતદાન મથકમાં પ્રવેશ કરતાં તેને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. અને યુવક નહીં માનતા હોબાળો  થયો હતો. અને પોલિસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો.

બાબોદાર ગ્રામપંચાયતની ચૂંટણી બની લોહિયાળ, એક કરતાં વધુ સ્થળોએ થઇ બબાલ

મોડાસાના બડોદરામાં ચૂંટણી પ્રક્રિયામાં બબાલ થી હતી. બેલેટ પેપર ઉપર સિક્કા ન વાગતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. અને જેને પગલે સમગ્ર મામલે ફરિયાદ ઉઠતા મામલો બિચક્યો હતો. રજૂઆત કરવા જતા વાત ન સાંભળ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તો  મોટું ટોળુ ભેગું થતાં પોલીસની ટીમ બડોદરા પહોંચી હતી. સ્થાનિકો પર લાઠીચાર્જ કર્યાનો પોલીસ પર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.

બાબોદાર 1 ગ્રામપંચાયતની ચૂંટણી બની લોહિયાળ, એક કરતાં વધુ સ્થળોએ થઇ બબાલ

તો અરવલ્લી જિલ્લાના જ ધનસુરા ખાતે પણ મતદાન સમયે ઘર્ષણ જોવા મળ્યુ હતું. અરવલ્લીના ધનસુરા ખાતે મતદાન દરમ્યાન ઉમેદવારો અને સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મતદારોની ખેંચતાણ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઉમેદવારો, સમર્થકો મતદાન કેન્દ્ર માં ફરતા હોવાથી ઘર્ષણ સર્જાયું હતું.

બાબોદાર 2 ગ્રામપંચાયતની ચૂંટણી બની લોહિયાળ, એક કરતાં વધુ સ્થળોએ થઇ બબાલ

ભરૂચ જિલ્લામાં મતદાન દરમિયાન ખૂની ખેલ ખેલાયો હતો. અહની ગ્રામ પંચાયતની ચૂંટણી લોહિયાળ બની હતી. ભરૂચના વાલિયા તાલુકામાં ચૂંટણીમાં મતદાન સમયે ધીંગાણું ખેલાયું હતું. ડહેલી ગામમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ થી હતી. જેમાં પાંચથી વધુ  લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

ઉનગઢ ગ્રામપંચાયતની ચૂંટણી બની લોહિયાળ, એક કરતાં વધુ સ્થળોએ થઇ બબાલ

જુનાગઢ પિખોર ગામે મતદાન દરમ્યાન હુમલો થયો હતો. બંને પક્ષના ઉમેદવારો અને કાર્યકરો વચ્ચે માથાકૂટ સર્જાઇ હતી. ફોર્મ ભરાયા ત્યારથી માથાકૂટ ચાલતી હતી.  મતદાન મથક ઉપર થયેલી બાબલમાં બે થી ત્રણ લોકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતાં.

 

Gram Panchayat Election / નવોઢાથી લઈ વૃદ્ધાઓએ રાખ્યો રંગ, ઉત્સાહભેર પહોંચ્યા મતદાન કરવા..!!

Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!

National / રાહુલ-પ્રિયંકા અમેઠીનો ગઢ જીતવા માટે નીકળ્યા પગપાળા, જુઓ તસવીરો 

National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો 

Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય

Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ