Covid-19/ દેશમાં કોરોનાનાં 26,964 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસમાં ઘટાડો

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 22.9 કરોડ થઈ ગયા છે. અત્યાર સુધીમાં, આ મહામારીનાં કારણે 47.07 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

Top Stories India
11 117 દેશમાં કોરોનાનાં 26,964 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસમાં ઘટાડો

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 22.9 કરોડ થઈ ગયા છે. અત્યાર સુધીમાં, આ મહામારીનાં કારણે 47.07 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 5.96 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું કે, વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુની સંખ્યા અને રસીકરણની સંખ્યા અનુક્રમે વધીને 229,517,471, 4,707,821 અને 5,963,048,329 થઈ ગઈ છે. વળી ભારતની વાત કરીએ તો આજે કોરોનાનાં કેસમાં મોટા ઘટાડો નોંધાયો છે.

11 119 દેશમાં કોરોનાનાં 26,964 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસમાં ઘટાડો

આ પણ વાંચો – મુલાકાત / આજથી 3 દિવસની US યાત્રાએ PM મોદી, જો બિડેન સાથે કરશે મુલાકાત

દેશમાં કોરોના વાયરસ સંક્રમણનાં નવા કેસોમાં ઉતાર -ચઢાવનો ક્રમ આજે પણ યથાવત છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,964 નવા કેસ મળી આવ્યા છે. આ સમયગાળામાં, કોવિડ સામે 383 લોકો યુદ્ધ હાર્યા હતા જ્યારે 34,167 લોકો ઠીક થઈને ઘરે પરત ફર્યા હતા. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં 3,01,989 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 3,27,83,741 લોકોને રજા આપવામાં આવી છે. વળી, 4,45,768 લોકો મૃત્યુ પામ્યા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં કુલ કેસ 3,35,04,534 છે. નવા કેસ મળ્યા બાદ એક્ટિવ કેસોમાં 7,586 કેસનો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ, ICMR મુજબ, મંગળવારે દેશમાં 15,92,395 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 55,67,54,282 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – તહેવાર / નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર, મળી શકે છે આ મંજૂરી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીનાં 82,65,15,75 ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, મંગળવારે 75,57,529 રસી આપવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડથી દેશનાં સૌથી સંવેદનશીલ વસ્તી જૂથોને બચાવવા માટે એક સાધન તરીકે રસીકરણ અભિયાનની ઉચ્ચતમ સ્તરે નિયમિત સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવે છે. અત્યાર સુધી 61,49,67,986 ને પ્રથમ ડોઝ અને 21,09,08,670 બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રથમ તબક્કો આરોગ્ય કર્મચારીઓનાં રસીકરણ પર કેન્દ્રિત હતો. ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું. રસીકરણનો આગળનો તબક્કો 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો માટે શરૂ થયો છે જે અન્ય કોઇ રોગથી પીડાતા હતા. દેશમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. તે પછી સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકોને રસી આપવાની મંજૂરી આપીને રસીકરણ અભિયાનને વિસ્તૃત કરવાનું નક્કી કર્યું.

11 118 દેશમાં કોરોનાનાં 26,964 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસમાં ઘટાડો

આ પણ વાંચો – શ્રીનગર / ભાજપનાં કાર્યકાળમાં હિન્દુઓ નહીં પણ સમગ્ર દેશ અને લોકતંત્ર જોખમમાં છેઃ મહેબૂબા મુફ્તી

મંગળવારે કેરળમાં કોવિડ-19 નાં 15,768 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યમાં સંક્રમણનાં કારણે 214 લોકોનાં મોત થયા હતા. આ સાથે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 45,39,953 છે જ્યારે મૃત્યુઆંક 23,897 થયો છે. આ માહિતી એક સરકારી નિવેદનમાં આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારથી રાજ્યમાં 21,367 લોકો સંક્રમણથી ઠીક થયા છે, ત્યારબાદ રાજ્યમાં કોવિડ-19 રોગમાંથી ઠીક થયેલા લોકોની સંખ્યા વધીને 43,54,264 થઈ ગઈ છે. નિવેદન અનુસાર, રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,61,195 છે.