Sports/ MS ધોનીના ગેરેજમાં પાર્ક છે આ 5 સૌથી મોંધી ગાડીઓ, જુઓ તેની તસવીર અને કિંમત

આ માટે MS ધોનીએ રાંચીમાં પોતાના ઘરમાં એક ખાસ ગેરેજ પણ બનાવ્યું છે, જ્યાં કરોડો રૂપિયાની ગાડી પાર્ક કરવામાં આવી છે. તો ચાલો આજે તમને મહેન્દ્ર સિંહ ધોનીની તે 5 કાર વિશે જણાવીએ, જેની કિંમત કરોડો રૂપિયા છે અને આ ધોનીની ફેવરિટ કાર છે.

Sports
કારોનું કલેક્શન

એ તો બધા જાણે છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટ સિવાય કાર પણ ખૂબ પસંદ છે. તેની પાસે વિશ્વની શ્રેષ્ઠ કારોનું કલેક્શન (Dhoni’s car collection) છે. આ માટે MS ધોનીએ રાંચીમાં પોતાના ઘરમાં એક ખાસ ગેરેજ પણ બનાવ્યું છે, જ્યાં કરોડો રૂપિયાની ગાડી પાર્ક કરવામાં આવી છે. તો ચાલો આજે તમને મહેન્દ્ર સિંહ ધોનીની તે 5 કાર વિશે જણાવીએ, જેની કિંમત કરોડો રૂપિયા છે અને આ ધોનીની ફેવરિટ કાર છે.

પોર્શ 911, કિંમત- 2.5 કરોડ

ધોનીના સિગ્નેચર કલેક્શનમાં નંબર વન કાર પોર્શ 911 છે. આ કાર તેના શાનદાર દેખાવ અને દમદાર ફીચર્સ માટે જાણીતી છે. ધોનીની આ કારનો રંગ પીળો છે. જેની કિંમત 2.5 કરોડ છે.

a 105 1 MS ધોનીના ગેરેજમાં પાર્ક છે આ 5 સૌથી મોંધી ગાડીઓ, જુઓ તેની તસવીર અને કિંમત

Ferrari 5990 GT, કિંમત- 1.40 કરોડ

ધોનીના કાર કલેક્શનમાં Ferrari 5990 GT  પણ છે. આ કાર શક્તિશાળી V12 ટર્બો સંચાલિત એન્જિન સાથે આવે છે જે સરળતાથી લગભગ 620 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ મોડલ માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 સુધીની ઝડપ મેળવી શકે છે. તેની કિંમત લગભગ 1.40 કરોડ રૂપિયા છે.

a 105 2 MS ધોનીના ગેરેજમાં પાર્ક છે આ 5 સૌથી મોંધી ગાડીઓ, જુઓ તેની તસવીર અને કિંમત

જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક, કિંમત- 1.14 કરોડ

ધોનીના કાર કલેક્શનમાં જીપ ગ્રાન્ડ ચેરોકી ત્રીજા નંબર પર છે. પાવરથી ભરપુર SUV 6.2-લિટર સુપરચાર્જ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 0 થી 100 સુધી જવા માટે માત્ર 5 સેકન્ડ લે છે. ધોની ભારતમાં આ મોડલની પ્રથમ કારનો માલિક છે. તેમની પાસે તેનું લાલ રંગનું મોડેલ છે. તેની કિંમત 1.14 કરોડ રૂપિયા છે.

a 105 3 MS ધોનીના ગેરેજમાં પાર્ક છે આ 5 સૌથી મોંધી ગાડીઓ, જુઓ તેની તસવીર અને કિંમત

Hummer H2, કિંમત 75 લાખ

ધોનીની ફેવરિટ કારમાં Hummer H2 પણ સામેલ છે. તેણે તેનું Hummerને કસ્ટમાઇઝ કર્યું છે અને તેના પર MSD બેજ પણ છે. તેમાં V8 પેટ્રોલ એન્જિન છે જે 400bhp સુધી પાવર જનરેટ કરી શકે છે. તેની કિંમત અંદાજે 75 લાખ રૂપિયા છે.

a 105 4 MS ધોનીના ગેરેજમાં પાર્ક છે આ 5 સૌથી મોંધી ગાડીઓ, જુઓ તેની તસવીર અને કિંમત

Pontiac Firebird Trans AM ભારતમાં કિંમત 70 લાખ

ધોની પાસે શાનદાર વિન્ટેજ કારનું કલેક્શન પણ છે. 1970 અને 1980 ના દાયકાની Pontiac Firebird Trans AM રેટ્રો ડિઝાઇન કારનો સમાવેશ થાય છે. આ કાર એમએસ ધોનીને તેની પત્ની સાક્ષીએ 2020માં ભેટમાં આપી હતી. સેકન્ડ જનરેશન મોડલ ટ્રાન્સમની કિંમત લગભગ 70 લાખ છે.

આ પણ વાંચો:રોહિત શર્માને T20ની કેપ્ટન્સીથી હટાવી શકાય, દિગ્ગજનો મોટો દાવો

આ પણ વાંચો:ઇંગ્લેન્ડના ઈયોન મોર્ગને આપ્યા કેપ્ટનપદ છોડવાના સંકેત,નવા સુકાની પદ માટે આ ખેલાડીઓ દાવેદાર!

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ પહેલી જ T-20 મેચમાં કેપ્ટન તરીકે કર્યો કમાલ,ધોની કે વિરાટ પણ આ કરી શક્યા નથી