Candidates cannot vote for themselves / ચૂંટણીમાં આ ઉમેદવારો પોતાને જ મત નહીં આપી શકે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે ચૂંટણી યોજાવવા જઇ રહી છે.

Gujarat Gujarat Assembly Election 2022
Candidates cannot vote for themselves

Candidates cannot vote for themselves  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આજે 8 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના લીધે ચૂંટણી રસપ્રદ બની રહેશે. ગુજરાત ચૂંટણી બે તબકકામાં યોજાવવાની છે એમાં મહત્વની બાબત એ છે કે આ બંને તબક્કાના એવા અનેક એવા ઉમેદવારો છે કે જે પોતે પોતાને મત નહીં આપી શકે. તેનું મહત્વનું કારણ એ છે કે જે વિસ્તારમાં રહે છે ત્યાં તેમનું મત અધિકાર છે જ્યારે તે ચૂંટણી અન્ય વિસ્તારમાંથી લડી રહ્યા છે.  આજથી શરૂ થઈ રહેલ મતદાનમાં કેટલાક ઉમેદવારો એવા પણ છે કે જે પોતાને જ મત નહીં આપી શકે. .જેમાં આમ આદમી પાર્ટીના 11 કોંગ્રેસના 8અને ભાજપના 4 ઉમેદવારોનો સમાવેશ થાય છે.જાણો ક્યાં નેતાઓ છે .

ભાજપ

દર્શના વાઘેલા
જગદીશ વિશ્વકર્મા
કાળું ડાભી
ડો. પાયલ કુકરાણી

રિવાબા જાડેજા

આપના ઉમેદવારો

અશોક ગજેરા
જે.જે મેવાડા
તાજ કુરેશી
દિનેશ કાપડિયા
બિપિન પટેલ
સંજય મોરી
કલ્પેશ પટેલ
કિરણ પટેલ
વિનય ગુપ્તા
હારુન નાગોરી
જશવંત ઠાકોર

કોંગ્રેસ

ગ્યાસુદ્દીન શેખ
શૈલેષ પરમાર
બલવંત ગઢવી
વિજય બ્રહ્મભટ્ટ
એમીબેન યાજ્ઞિક
લખાભાઇ ભરવાડ
સોનલ પટેલ
હિમ્મતસિંહ પટેલ

પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદારો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના શાસનના ભરોસા પર મતદાન કરશે કે પછી પરિવર્ત માટે મતદાન કરશે તે જાવાનું રહ્યું. આ વખતે મોંઘવારી,પેપરકાંડ,સહિતના સ્થાનિક મુદ્દાઓ ચૂંટણી પર અસર કરે તેવી સંભાવના રહેલી છે. પરતું મોદીની લોકપ્રિયતા ભાજપ માટે બોનસ પોઇન્ટ છે.

ઉલ્લેખનીય છે કે આજે મતદાન દક્ષિણ ગુજરાત, કચ્છ  અને સૌરાષ્ટ્માં યોજાશે. અહિના મતદારોની મૈાન બધી પાર્ટીઓ માટે રેડ એલર્ટ સમાન છે. આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26 જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી. જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.

EVM has failed /પારડી બેઠક પર નાણામંત્રી કનુ દેસાઇ મતદાન કરવા પહોચ્યા અને ઇવીએમ ખોટકાયું