Vaccinated/ પોતાના કર્મચારીઓને પરિવાર સહિત મફતમાં રસી આપશે આ દિગ્ગજ કંપનીઓ

દેશમાં કોરોના રસીકરણની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અને હવે 60 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિઓ ઉપરાંત સામાન્ય લોકોને પણ રસી આપવાની શરૂઆત થઇ ચૂકી છે.ત્યારે દેશની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસ એલાન કર્યું છે

Trending Business
infosys પોતાના કર્મચારીઓને પરિવાર સહિત મફતમાં રસી આપશે આ દિગ્ગજ કંપનીઓ

દેશમાં કોરોના રસીકરણની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અને હવે 60 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિઓ ઉપરાંત સામાન્ય લોકોને પણ રસી આપવાની શરૂઆત થઇ ચૂકી છે.ત્યારે દેશની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસ એલાન કર્યું છે કે તેઓ ભારતમાં પોતાના તમામ કર્મચારીઓને રસી અપાશે અને તેનો ખર્ચો તે પોતે જ ઉઠાવશે.ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની ઇન્ફોસિસ અને સોફ્ટવેર કન્સલ્ટિંગ ફર્મ એક્સચેન્જરે પોતાના તમામ કર્મચારીઓને રસી અપાવવાનો નિર્ણય કર્યો છે. માત્ર કર્મચારીઓને જ નહીં કંપનીઓના કર્મચારીઓ અને તેના પરિવારોને પણ રસી અપાવવામાં આવશે.

SUSPEND / RMCની ચૂંટણીમાં નિષ્ક્રિયતા દાખવનાર બે કોંગી કાર્યકર્તાઓને કરાયા 6 વર્ષ માટે સસ્પેન્ડ

Company Profile | Radiant Heat Exchanger Pvt. Ltd. Pune India

વડોદરા / દે દારુ, દે દારુ હો મેરે ભૈયા દે દારુ..! શિસ્તબદ્ધ ભાજપનાં પૂર્વ કાઉન્સિલરોની દારૂ-પૂરીની મહેફિલ

ઇન્ફોસિસના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણ રાવે જણાવ્યા પ્રમાણે અમે હેલ્થ કેર પ્રોવાઈડર્સની સાથે સંપર્કમાં છીએ જેથી અમે અમારા કર્મચારીઓને તેમજ તેના પરિવારજનોને રસી નજીકના દિવસોમાં અપાવી શકીએ.ઇન્ફોસિસની જેમ જ એક્ચેન્જરે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેના કર્મચારીઓ સાથે સાથે તેમના પરિવારજનોને રસીના ડોઝનો ખર્ચો પણ તેઓ ઉઠાવશે. આ બે કંપનીઓ સિવાય અન્ય કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓ માટે રસીકરણ કાર્યક્રમ ગોઠવવા માટે રસી ખરીદવાની શરૂઆત કરી દીધી છે, જેમાં મહિન્દ્રા ગ્રુપ અને  આઇટીસી જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

Mahindra and Mahindra reports 33% rise in net profit - The Financial Express

દેશમાં બીજા તબક્કાનું રસીકરણ ચાલી રહ્યું છે

Cricket / ચોથી ટેસ્ટનાં પહેલા દિવસે ઈંગ્લેન્ડ ઓલ આઉટ, શું ત્રીજી ટેસ્ટનું થશે પુનરાવર્તન?

 ભારતમાં 1 માર્ચથી કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તબક્કામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 45 વર્ષથી વધારે ઉંમર વાળા જેમ ને કોઇ ગંભીર બિમારી છે તેમને પણ રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી 10,000 સરકારી કેન્દ્રો પર રસી નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 250 રૂપિયા પ્રતિ રોજના હિસાબથી રસી મળી રહી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવાકસીન આપવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધારે લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે. જેમાં હજારો લોકો એવા છે કે જેને રસીના બન્ને ડોઝ અપાઈ ચુક્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…