Cricket/ Covid Protocol તોડવા બદલ ટીમ ઈન્ડિયાનાં આ પાંચ ખેલાડીઓને કરાયા આઇસોલેટ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે. કોવિડ પ્રોટોકોલ તોડવાના કારણે ભારતીય ક્રિકેટ ટીમનાં પાંચ ખેલાડીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે….

Sports
Makar 10 Covid Protocol તોડવા બદલ ટીમ ઈન્ડિયાનાં આ પાંચ ખેલાડીઓને કરાયા આઇસોલેટ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે. કોવિડ પ્રોટોકોલ તોડવાના કારણે ભારતીય ક્રિકેટ ટીમનાં પાંચ ખેલાડીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, શુક્રવારે આ 5 ભારતીય ખેલાડીઓનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ એક રેસ્ટોરન્ટમાં સાથે જમ્યા હતા. જે ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે તેમાં રોહિત શર્મા, રિષભ પંત, શુભમન ગિલ, પૃથ્વી શો અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમથી અલગ કરી દેવામાં આવ્યા છે.

બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. બહાર નીકળતી વખતે સુરક્ષા પ્રોટોકોલની કાળજી લેવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ખેલાડીઓને ઓસ્ટ્રેલિયન અને ભારતીય ટીમની સાથે હાજર મેડિકલ ટીમની સલાહ પર આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે. આ ખેલાડીઓને સુરક્ષાની દ્રષ્ટિથી અલગ કરી દેવામાં આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, આ વર્ષે બીબીએલ સીઝન સમય દરમિયાન આવી જ સમસ્યા આવી હતી. તે દરમિયાન પણ આવા જ પગલા લેવામાં આવ્યા હતા. હવે બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

શનિવારે, સૂત્રોએ અહેવાલ આપ્યો હતો કે, ખેલાડીઓએ સલામતી પર ધ્યાન આપ્યું હતું અને નિયમોનું પાલન કર્યું હતું. આ કેસમાં કોઈ તપાસની જરૂર નથી. સૂત્રોએ જણાવ્યું છે કે આ 5 ખેલાડીઓ હોટેલમાં જમવા ગયા હતા. ખેલાડીઓએ નિયમોનું પાલન કર્યું હતું. તેમના ટેમ્પ્રેચરની પણ તપાસ કરવામાં આવી હતી. ટેબલ પર બેસતા પહેલા ટેબલને સારી રીતે સાફ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે, આ મામલાને મુદ્દો બનાવવાની જરૂર નથી. ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં મેલબોર્નમાં છે. અહીં આ બંને ટીમો ત્રીજી ટેસ્ટ મેચની તૈયારી કરી રહી છે. આ ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. અહીંથી બંને ટીમો સોમવારે સિડની જવા રવાના થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો