U19 World Cup/ આજે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પ્રવેશ મેળવવા મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સાથે કરશે મુકાબલો

એન્ટિગુઆના મેદાન પર આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમી ફાઈનલ મેચ રમાવાની છે. અંડર-19 વર્લ્ડ કપની આ બીજી સેમિફાઇનલ મેચ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે પણ ટીમ જીતશે તે ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

Sports
11 21 આજે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પ્રવેશ મેળવવા મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સાથે કરશે મુકાબલો

એન્ટિગુઆના મેદાન પર આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમી ફાઈનલ મેચ રમાવાની છે. અંડર-19 વર્લ્ડ કપની આ બીજી સેમિફાઇનલ મેચ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે પણ ટીમ જીતશે તે ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ પહેલા ભારતીય ટીમનો ઉત્સાહ ઊંચો હશે કારણ કે ભારતે પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.

આ પણ વાંચો – IND VS WI / વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ પહોંચી અમદાવાદ, 6 ફેબ્રુઆરીએ શરૂ થશે સીરીઝની પ્રથમ મેચ

આ સિવાય ટીમનાં ઘણા ખેલાડીઓ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ પણ ભારતે બે લીગ મેચ જીતી હતી. જોકે, ઘણી વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હળવાશથી લેવું એ ભૂલ બરાબર હશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે શરૂ થશે. કોરોના મહામારીને કારણે ભારતની તૈયારીઓ ખૂબ જ અવરોધાઈ હતી. છેલ્લા બે વર્ષમાં કોઈ રાષ્ટ્રીય શિબિર કે ટૂર્નામેન્ટ નહોતી અને હાલમાં જ ટીમ એશિયા કપ રમીને જ અહીં આવી હતી. ચાર વખતની ચેમ્પિયન ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 45 રને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. આ પછી, જોકે, ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા આયર્લેન્ડ સામે માંડ 11 ખેલાડીઓ એકઠા થઈ શક્યા હતા. આયર્લેન્ડ સામેની બીજી ગ્રુપ મેચમાં પાંચ ખેલાડીઓ ઉપલબ્ધ નહોતા. કેપ્ટન યશ ધૂલ, વાઈસ-કેપ્ટન શેખ રાશિદ, આરાધ્યા યાદવ, માનવ પારખ અને સિદ્ધાર્થ યાદવ કોરોના વાયરસની ઝપટમાં આવ્યા હતા. આ પાંચેય આયર્લેન્ડ અને યુગાન્ડા સામે રમી શક્યા ન હોતા, જેના પછી BCCIએ વૈકલ્પિક ખેલાડીઓ મોકલવા પડ્યા હતા. યુગાન્ડા સામે છ રિઝર્વ ખેલાડીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભારતીય ટીમે જોકે આયર્લેન્ડ અને યુગાન્ડા બંનેને હરાવ્યા હતા અને ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. હવે ભારત પાસે મજબૂત ટીમ છે અને નિશાંત સિંધુ પણ સંક્રમણમાંથી સાજો થઈ ગયો છે.

આ પણ વાંચો – IPL 2022 Update / IPL 2022 ખેલાડીઓની હરાજી યાદી જાહેર, રિઝર્વ પ્રાઇસ કેટેગેરીમાં 48 ખેલાડીઓ સામેલ

જોકે, ભારતે છેલ્લી ઓવરોમાં પોતાની બેટિંગમાં સુધારો કરવો પડશે. તે પહેલા ભારતે આયર્લેન્ડ સામે પાંચ વિકેટે 307 રન અને યુગાન્ડા સામે 405 રન બનાવ્યા હતા, જે આફ્રિકન ટીમ સામે તેની સૌથી મોટી જીત હતી. હવે સામે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ છે. ભારતની ટીમે તેને પ્રેક્ટિસ મેચમાં હરાવી હતી. ભારતનું મનોબળ એ હકીકતથી વધ્યું હશે કે કોરોના સામે લડવા છતાં તે તમામ મેચો જીતીને અંતિમ ચારમાં પહોંચી ગયું છે. ભારત સતત ચોથી વખત સેમીફાઈનલ રમશે. ભારત પાસે ધૂલ અને રાશિદ સિવાય હરનૂર સિંહ, અંગક્રિશ રઘુવંશી, રાજ બાવા જેવા બેટ્સમેન છે. ધૂલે પ્રથમ મેચમાં 82 રન બનાવ્યા હતા.