શતરંજ/ ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં આ બાબતો પર થશે ચર્ચા

આ બેઠક રવિવારે વડાપ્રધાન મોદીના સંબોધન સાથે સમાપ્ત થશે. આ સંબોધન દ્વારા વડાપ્રધાન ભાજપના ભાવિ કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરશે.

Top Stories India
મોદી શાહ

આજથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં ચાર રાજ્યોમાં ચૂંટણીની જીત, આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ અને કેન્દ્ર સરકારનાં આઠ વર્ષની સફળતા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે. ઉપરાંત  શાસક તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને તેલંગાણાના અન્ય “ભ્રષ્ટ અને પારિવારિક” પક્ષોને ઘેરવાની વ્યૂહરચના પર પણ ચર્ચા થઈ શકે છે. પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્મા પર આકરા પ્રહાર કર્યાની ચર્યા પણ એક દિવસ બાદ આ બેઠક થઈ શકે છે. સંરક્ષણ સેવાઓમાં ભરતી માટે નવી “અગ્નિપથ યોજના” વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં વિરોધની પૃષ્ઠભૂમિમાં પણ ચર્ચા થશે. ભાજપનાં સૂત્રોએ આ માહિતી આપી હતી.

ભાજપની આ બે દિવસીય બેઠક પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના સંબોધન સાથે શરૂ થશે અને તેમાં રાજકીય ઠરાવ સહિત બે ઠરાવ પસાર કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુના નામાંકનનો પણ ઉલ્લેખ કરવામાં આવે તેવી શક્યતા છે અને ભાજપ દાવો કરી શકે છે કે, તે સમાજના પછાત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને સશક્તિકરણ તરફ કામ કરી રહી છે. આ બેઠક રવિવારે વડાપ્રધાન મોદીના સંબોધન સાથે સમાપ્ત થશે. આ સંબોધન દ્વારા વડાપ્રધાન ભાજપના ભાવિ કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરશે.

મહારાષ્ટ્રની સત્તા કબજે કર્યા પછી, ભાજપે ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં તેની સ્થિતિ મજબૂત કરી છે અને હવે તેની નજર દક્ષિણના રાજ્ય તેલંગાણા પર છે. ભાજપની રાષ્ટ્રીય સમિતિની આ ત્રીજી બેઠક છે, જે 2014માં પાર્ટી સત્તામાં આવ્યા બાદ દક્ષિણના રાજ્યમાં યોજાઈ છે. અગાઉ ભાજપે કેરળમાં બેંગલુરુ અને કોઝિકોડમાં રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકો યોજી હતી.

આ પણ વાંચો : સરકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેસ્ટ મેનેજમેન્ટ નબળું છે ત્યારે અમલ કેટલો અને કેવી રીતે થશે વેપારીનો મોટો પ્રશ્ન