Gujaratanu Gaurav - 2022/ ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

અમદાવાદની ક્લબો O7 ખાતે લોકપ્રિય ચેનલ મંતવ્ય ન્યૂઝ ચેનલના ઉપક્રમે યોજાયેલા ગુજરાતનું ગૌરવ પુરસ્કારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં યોજાયેલા દબદબાભર્યા સમારોહમાં શહેરના અનેક પ્રતિેષ્ઠીત નગરજનો અને મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં ભિનભિન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહાનુભવોને એવોર્ડસથી શ્રી મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Mantavya Exclusive
a 101 22 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

પ્રસંગ, ઉત્સવ કે તહેવાર…દરેકની ખુશી વ્યક્ત કરવાની રીતો અલગ અલગ હોય છે પરંતુ તેની ઉજવણી અને ખુશી તો હંમેશા એક સરખી જ હોય છે. ‘મંતવ્ય’ પરિવારના આંગણે પણ આવો જ પ્રસંગ આવ્યો છે. ‘મંતવ્ય ન્યૂઝ’ સમાચાર ક્ષેત્રમા જેમ હંમેશા અગ્રેસર રહે તેમ સમાજસેવા અને સમાજ શ્રેષ્ઠીઓના સન્માન કરવામાં પણ અવ્વલ જ રહે છે. ગુજરાત અને ગુજરાતીઓની પ્રતિભા જ્યારે દેશવિદેશમાં પ્રસિદ્ધ બની છે ત્યારે ઘરઆંગણે આવા મહાનુભવોનું સન્માન ‘મંતવ્ય ન્યૂઝ’ દ્વારા કરવામાં આવ્યું હતું. અમારા માટે પણ ગુજરાતના શ્રેષ્ઠીઓનું સન્માન ગર્વ અને ગૌરવની વાત છે. આ સન્માન સમારંભમાં મુખ્ય અતિથી તરીકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે પધારીને કાર્યક્રમની શોભા વધારી. આ પ્રસંગે મંતવ્ય ન્યુઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જિગ્નેશભાઈ પટેલ, ફાઉન્ડર અને ડાયરેક્ટર  શ્રી રાકેશભાઈ પટેલ, GTPL ના ડાયરેક્ટર શ્રી કનકસિંહ રાણા, જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને મંતવ્ય ન્યૂઝના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડો. સુરેશભાઇ પટેલ, ડાયરેક્ટર શ્રી અર્જુનભાઈ પટેલ અને એડિટર ઇન ચીફ શ્રી- લોકેશ કુમાર, એસોસિએટ એડિટર શ્રી પ્રફુલ્લભાઈ ત્રિવેદી  સહીત મંતવ્ય ન્યૂઝ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તેમ જ મંત્રી મંડળના સભ્યો શ્રી પૂર્ણશ મોદી, હર્ષ સંધવી, પ્રદીપ પરમાર અને મેયર કિરીટ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

MAHI 1 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

બંછાનિધીપાની

બંછાનિધિ પાનીએ ઓગસ્ટ 2019માં સુરતમાં ચાર્જ સંભાળતાની સાથે જ સુરતને સ્વચ્છતામાં દેશભરમાં નંબર વન બનાવવાની મુહિમ હાથ ધરી હતી. અને તેમાં તેમને સફળતા પણ મળી છે..2020નાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને દેશભરમાં બીજો નંબર મળ્યો હતો. આ પહેલાં 2019માં સુરતને સ્વછતામાં 14 મો નંબર મળ્યો હતો અને એક જ વર્ષમાં સુરતને બીજા નંબર પર લાવવાનો શ્રેય બંછાનિધીપાનીના ફાળે જાય છે..જેઓએ હાલમાં પણ સ્વચ્છ સુરતની પરંપરાને અવિરત આગળ વધારી રહ્યા છે.

WhatsApp Image 2022 04 28 at 9.39.12 PM 2 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

જૈમિન બારોટ અને ટીમ

કોરોનામાં સેવા તો સૌ કોઇએ કરી.,પણ એક સેવા એવી પણ છે જેને બિરદાવતાં ગર્વ થાય છે., જ્યારે પોતાના સગા પણ અડવા તૈયાર ન હતા ત્યારે તેવા સમયમાં દર્દીઓના કપડાં હોય કે સારવારની વસ્તુઓ કોઇ પણ જાતના ડર વિના જેમણે સાફસફાઇ કરી તેવા સફાઇકર્મીઓને પણ સો સો સલામ છે.., સતત ખડે પગે કોરોનામાં જેમણે સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું તેવા જૈમિન બારોટ, નિધિબેન પરીખ, જયેશ સેનવા, અને સુનિલભાઇ કોળીની કામગીરી ધન્યવાદને પાત્ર રહી છે..

WhatsApp Image 2022 04 28 at 9.39.13 PM 1 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

નરહરિ અમીન

જેના અન્ન ભેગા તેના મન ભેગા..આ ઉક્તિને અપનાવીને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને એક સંકલ્પ કર્યો હતો. જે સંકલ્પ આજે અડાલજ ખાતે અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ તરીકે હજારો ભૂખ્યાઓની જઠરાગમાં શાતા આપે છે. અડાલજ ખાતે અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના પટાંગણમાં મા અન્નપૂર્ણા સાથે મા સરસ્વતીનો સાથ ભળ્યો છે. એટલેકે ત્યાં ત્યાં 600થી વધુ વિદ્યાર્થીને રહેવા જમવાની ઉત્તમ સુવિધા છે. આ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવીને ભાવનું ભાવિ ઘડવામાં આવી રહ્યું છે. અન્નપૂર્ણાધામમાં ભોજન લેનારાનું આત્માસન્માન જળવાઈ રહે તે બાબતનું પણ વિશેષ ધ્યાન રાખીને ભોજન માટે ટોકનદર રાખવામાં આવ્યો છે.

WhatsApp Image 2022 04 28 at 9.39.12 PM 1 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

સંજય કુમાર મહેતા

શ્રી એસ.કે.મહેતા ગુજરાત કેડરના સિનિયર આઈએફએસ અધિકારી છે. હાલમાં તેઓ દીનદયાલ પોર્ટ ઓથોરીટીના ચેરમેનપદે મહત્વપૂર્ણ ફરજ નિભાવી રહ્યા છે. શ્રી મહેતાએ વન્યજીવોની સુરક્ષા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી. ઉપરાંત ગાંધીનગર ખાતે સીએફ અને જેબીઆઈ જેવા પ્રોજેક્ટ સંભાળ્યા છે. વિવિધ પોર્ટના ડેવલપમેન્ટ માટે શ્રી મહેતાનું વિઝન અને કામ કરવાની રીત તેમની સફળતા અને ઓળખ બન્યા છે. શ્રી એસ.કે.મહેતા સાહેબ 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી જનસુવિધા પૂરું પાડવાનું અને રાજ્યનો વિકાસ કરવાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

WhatsApp Image 2022 04 28 at 9.39.13 PM 4 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

શાહ ભોગીલાલ જેઠાલાલ એન્ડ બ્રધર્સ

બીજાઓથી ન થઇ શકે તેવુ કામ કરવું એનું નામ આવડત અને આવડતથી જે ન થઇ શકે તેનું નામ પ્રતિભા, આવી જ પ્રતિભાઓ એટલે શ્રી ભોગીલાલ જેઠાલાલ શાહ અને મનુભાઇ ભોગીલાલ શાહ. ત્રણ પેઢી, ત્રીસથી વધુ સાહસિકો અને ૭પ વર્ષનો ઇતિહાસ ધરાવતી આ પેઢી આજે ફક્ત પેઢી ન બની રહેતા એક વટવૃક્ષ જેવી સંસ્થા બની છે. જેણે ન માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહી પણ સમગ્ર દેશમાં અગ્નિશામક સાધનો બનાવનાર એક અગ્રણી ઉત્પાદક તરીકે પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે.

WhatsApp Image 2022 04 28 at 10.30.48 PM 1 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

પ્રવિણ ઠક્કર, શ્રીજી ગ્રુપ

ખુબ નાની ઉંમર અને આકાશ જેવી ઉંચી પ્રગતિ સાથે પ્રવિણ ઠક્કર એક સફળ બિલ્ડર તરીકે ઉભરી આવ્યા છે..નરોડા વિસ્તારમાં મધ્યમવર્ગને તેમના સપનાનું ઘર મળી રહે તેવા અનેક પ્રોજેક્ટ સાથે અનેક લોકોના સપના સાકાર કર્યા છે.,મધ્યવર્ગને પોષાય તેવા ભાવમાં શ્રેષ્ઠ બાંધકામ આપીને તેમણે મિડલક્લાસ લોકોના રૂદયમાં સ્થાન બનાવ્યું છે.

WhatsApp Image 2022 04 28 at 9.42.09 PM 2 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

અરશદ દસાડિયા

કોરોનાકાળમાં જ્યારે લોકો પોતાના સાથે પણ પારકા જેવો વ્યવહાર કરતાં હતા ત્યારે., મંતવ્ય ન્યુઝનું ગૌરવ વધારતા મહુવા તાલુકાના રીપોર્ટર અરશદ દસાડિયા સમાજમાં માનવતા પ્રસરાવી રહ્યા હતા. કોઇ પણ જાતના સ્વાર્થ વિના માત્ર ઇન્સાનિયતને સાક્ષીમાં રાખીને તેઓ અને તેમની ટીમે ૪પ જેટલી ડેડબોડીને અગ્નિસંસ્કાર માટે સ્મશાન સુધી પહોચાડી હતી., રાત દિવસ કે નાત જાત જોયા વિના આ કપરાકાળમાં એક માનવીની ભૂમિકા નિભાવી હતી.

WhatsApp Image 2022 04 28 at 9.42.07 PM ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

વૈશાલી સિંઘ

ચંદિગઢથી આવીને ગુજરાતમાં જેમણે બિઝનેસને એક નવી ઉંચાઇ પર પહોચાડી આંત્રપ્રિન્યોર તરીકે મોટી સફળતા મેળવી છે. ફિડીલીટી ઇમિગ્રેશન પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી ફોરેનમાં અભ્યાસ માટે જવા ઇચ્છુક વિર્ધાર્થીઓને ભારતમાં પહેલીવાર ફિડીલીટી દ્વારા ૨પ હજાર અમેરીકી ડોલરની સ્કોલરશીપ સહાય તરીકે મળે તેનું પણ આયોજન કર્યું છે..આઇઇએલટીએસ, ટોફેલ, ઇમિગ્રેશન સ્ટડી એબ્રોડ અને વિઝા કન્સલટન્સી જેવી વિવિધ સેવા માટે નામાંકિત બિઝનેસ પ્લેટફોર્મ પર તેમને અનેકવાર બહુમાન અપાયું છે.

WhatsApp Image 2022 04 28 at 10.30.48 PM ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

સંદિપભાઇ-દિપેનભાઇઃ ગંગોત્રી રેસીડેન્સિયલ સ્કુલ

ગોંડલ જેવા નાના શહેરમાં ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અંતરિયાળ વિસ્તારના બાળકો સુધી પહોચાડવામાં ગંગોત્રી રેસીડેન્સિયલ સ્કુલનું ખુબ મોટું યોગદાન રહ્યું છે.કે જ્યાં વિધાર્થીઓને રહેવા માટે ઘર પરિવાર જેવા માહોલની સાથે ઉત્તમ ભોજન પણ પુરૂ પાડે છે. કોરોનાકાળમાં પણ વિધાર્થીઓ અને તેમના પરિવારને ખુબ જ સપોર્ટ કરી તેમણે શિક્ષણરથને હાંક્યો હતો.તે સિવાય વિધાર્થીઓ અને તેમના વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે તે માટે પણ તેમના સતત પ્રયાસ રહે છે.

WhatsApp Image 2022 04 28 at 10.30.48 PM 11 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

પરેશભાઈ લાખાણી અને નરેશ અંટાલા

આપણાં ગુજરાતને ઝળહળતું રાખવામાં તેમનું મોટું યોગદાન છે. છેલ્લા 20 વર્ષથી સોલેન્સ બેટરીના નેજા હેઠળ લાખો બેટરી તૈયાર કરનાર પરેશભાઈ લાખાણી સોલેન્સ બેટરીના ડાયરેકટર છે. સ્વભાવે સોમ્ય છતાં મક્કમ એવા પરેશભાઈએ વર્ષો પહેલા બેટરી બનાવવાની શરૂઆત કરેલી, જે આજે એક મોટું વટવૃક્ષ બની ગયું છે અને 600 થી વધુ ડીલર ડિસ્ટ્રીબ્યુટરનો પરિવાર ધરાવે છે. 15થી વધુ દેશોમાં સોલેન્સ બેટરી એક્સપોર્ટ કરે છે. દેશનો વિકાસ અને સમાજમાં સુવિધા આપવામાં ફૂલ નહે તો ફૂલની પાંખડી જેટલું પણ સતત યોગદાન આપતા રહેવું એ પરેશભાઈનો જીવનમંત્ર છે.

WhatsApp Image 2022 04 28 at 10.30.48 PM 1 2 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

ડો. સોહમ પરમાર, મેનેજીંગ ટ્રસ્ટી, શાંતમ ઇન્સ્ટિટ્યુટ ઓફ લર્નિંગ

શાંતમ ઇન્સ્ટિટ્યુટ ઓફ લર્નિંગ, નર્સિંગ શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવામાં શ્રેષ્ઠ તેમજ ઝડપથી વિકસતું કેન્દ્ર.,સૌથી આધુનિક લેબ્સ.,લાયક અને અનુભવી શિક્ષણ સ્ટાફ અને ઉત્તમ ઇન્ટેન્શિપની તકો સાથે સજજ ખાસ કરીને પ્રોફેશનલ નર્સિંગની પ્રેકટિસ માટે જરૂરી નિર્ણાયક વિચાર સરણી, કુશળતા, ક્ષમતાઓ અને ધોરણોના વિકાસને નિર્દેષિત કરે છે.,આજે સંસ્થા ઉંચાઇ અને ગર્વ અનુભવે છે જેના વિધાર્થીઓએ યુનિવર્સીટીમાં ટોપ કર્યું છે.

WhatsApp Image 2022 04 28 at 10.30.48 PM 2 1 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

શૈલેષ શાહ

2012થી 2019 દરમ્યાન પ્રિન્સ પાર્થ ફિલ્મ બેનર હેઠળ 19 ગુજરાતી ફિલ્મ અને 2 હિન્દી ફિલ્મ બની.,આટલા ટૂંકા સમયગાળામાં ફિલ્મો બનાવવાનો શ્રેય ગુજરાતના એક માત્ર પ્રોડ્યુસર શૈલેષ શાહને જાય છે. શૈલેષ શાહે કોરોનાકાળના લોકડાઉન દરમિયાન ૭૦થી વધુ શોર્ટ ફિલ્મો બનાવી છે., અને આજ બેનર હેડળ તેમણે ૨પ૦થી વધારે આલ્બમ પણ બનાવ્યા છે.

a 101 9 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

કે.ટી.કામરીયા

ગુજરાત પોલીસ વિભાગમાં એક એવી પર્સનાલિટી છે જેની લોકપ્રિયતા અને કામગીરીની ચર્ચા ચારે તરફ છે. અને તે છે રાજ્ય પોલીસ વિભાગના DG વિઝીલન્સમાં ફરજ બજાવતા Dy. SP કે. ટી. કામરીયા.. જેમણે ગુજરાત રાજ્યની સેવા અને સુરક્ષા કાજે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે., રાજ્ય સરકારે 2014 અને 2020 એમ બે વાર તેમને “રાષ્ટ્રપતિ પોલીસ મેડલ”થી સમ્માનિત કરાયા છે. શાંત અને કર્મઠ અધિકારી તરીકેની તેમની છાપ જનતા અને પોલીસવિભાગમાં તેમની લોકપ્રિયતામાં સતત વધારો કરે છે.

a 101 10 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

મનોજ કુમાર મીના, ચીફ ટિકિટ ઇન્સપેકટર, પશ્ચિમ રેલ્વે અમદાવાદ

મનોજકુમાર મીના ફરજ બજાવે છે રેલ્વેમાં પણ તેની સાથે રાષ્ટ્ર સેવા અને માનવસેવા પણ નિભાવે છે., ખોવાયેલા બાળકોને તેમનું નામ સરનામું શોધીને વતન પહોચાડવાનો સેવારથ તેઓ હાંકી રહ્યા છે.,એટલું જ નહી પણ અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં તેઓ પક્ષી બચાવો અભિયાન પણ ચલાવે છે.,તેની સાથે તેમના પિતાજીની સ્મૃતિમાં કાળઝાળ ગરમીમાં પાણી માટે તરસતા પક્ષીઓ માટે દરવર્ષે હજારો મફત પાણીના કુંડાનું વિતરણ પણ કરે છે.

a 101 11 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

ડો. રાકેશ જોષી, સુપ્રીટેન્ડેટ સિવિલ હોસ્પિટલ AND TEAM

કોરોનામાં જીવ બચાવવા ભગવાન પછી જો કોઇનો ભરોસો હોય તો તે ડોક્ટર છે.,કોરોનાની બીજી લહેરમાં અસારવાની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પોતાના સમજીને હજારો લોકોના તેમણે જીવ બચાવ્યા છે., અસરવા સિવિલમાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષી, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલ અને ડો. કાર્તિકેય પરમાર. અસારવા સિવિલમાં આ જોડી અમર અકબર અને એન્થનીની જેમ પ્રખ્યાત છે.

a 101 13 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

બી.કે. પ્રજાપતિ અને ટીમ

સિક્કાની હંમેશા બે બાજું હોય છે.,તેમ આરોગ્ય વિભાગમાં પણ બે પાસા છે. જેટલી મહેનત ડોક્ટરોની હોય છે એટલી જ મહેનત નર્શની પણ હોય છે., ડોક્ટરો સારવાર તો કરે છે પણ તે પછી દર્દૃીની કાળજી નર્સ લેતા હોય છે., કોરોનાના કપરાકાળમાં અસારવા સિવિલમાં નર્સિંગ વિભાગના વડા બી.કે પટેલ અને તેમની ટીમના સભ્યો દેવલ પટેલ, ભાવિક પટેલે ઘર પરિવાર છોડી સતત દર્દૃીઓની સેવા કરી છે.,જે ખરેખર પ્રશંનિય છે.

a 101 8 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

મુકેશ ઓઝા, બેલ્ટ એન્ડ બેરિંગ હાઉસ પ્રા. લિ.

શૂન્યમાંથી સર્જન અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં બેરિંગ વ્યવસ્યામાં બીબીએચ બ્રાન્ડ બેરિંગ ગુજરાતની એક અગ્રેસર ઉત્પાદક કંપની બની છે. જેનો શ્રેય કંપનીના સર્જક મુકેશ ઓઝાના ફાળે જાય છે..જેમણે ૧૬ વર્ષની ઉંમરે અત્યંત ગરીબીમાં કેમ્પના હનુમાન મંદિરની ફૂટપાથ પર ફોટા વેચીને વ્યવસ્યાની શરૂઆત કરી હતી.,સખત મહેનત અને પુરૂષાર્થના જોરે આ જે આ કર્મયોગી પાંચસોથી વધારે લોકોને રોજગારી આપી રહ્યા છે..જેમણે અનેક નિષ્ફળતાઓના પહાડને ચીરીને સફળતાનો માર્ગ બનાવ્યો છે.

a 101 14 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

પ્રકાશ સોની, સાંઇ કેબ ટેક પ્રા.લી.

ગંભીરતા, હોશિયારી, ક્રિએશન, પરફેક્શન, અને પર્ફોમન્સ,જેમની પ્રોફેશનલ કારકીર્દીમાં જોવા મળે છે..તેવા પ્રકાશ સોનીએ અશક્યને શક્ય બનાવીને સૌનું ધ્યાન આકર્ષયું છે., તાજેતરમાં જ્યારે સોલાર ક્ષેત્રનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે તેમણે આ દિશામાં તેમનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. નાગાલેન્ડ જેવા પહાડી વિસ્તારમાં સોલર પ્લાન્ટ સ્થાપિને વર્લડ બેંકને સમર્પિત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.,આવી જ રીતે તેમણે અનેક મહત્વના પ્રોજેક્ટને સફળતા સુધી પહોચાડ્યા છે., આ બદલ તેમને અનેક એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.,

a 101 15 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

અરવિંદ ઠક્કર, મેનેજીંગ ડિરેક્ટર્સ શિતલ મોટર્સ પ્રા.લી

અરવિંદ ઠક્કર ઓટો ક્ષેત્રમાં ગુજરાતમાં ખુબ મોટી નામ ધરાવે છે., તે સહિત ઓટો બોસ અને વોલ્વોના કાર ડીલર છે., તે ઉપરાંત તેઓ ઓલ ઇન્ડિયા ફેડરેશન નવી દિલ્હીના પ્રમુખ પણ છે..તે સહિત ગુજરાત સ્ટેટ પેટ્રોલપંપ ડીલર એસોશિએશનના પ્રમુખ છે., તે સહિત તેઓ ઓટોક્ષેત્રના અનેક મોદા હોદ્દાઓ પર બિરાજમાન છે.

a 101 16 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

જીતુભાઇ સવાણી, વેદાંત ઇન્ટરનેશનલ સ્કુલ

વેદાંત ઇન્ટરનેશનલ સ્કુલએ નિકોલ વિસ્તારમાં આવેલી બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સ્કુલ છે.જેમાં એજ્યુકેશન તો શ્રેષ્ઠ કક્ષાનું છે જ ઉપરાંત બાળકોને મ્યુઝીક, કરાટે, ડાન્સ, સ્કેટિંગ જેવી એક્ટિવિટી કરાવવામાં આવે છે..જેથી બાળકોનું ઓવલઓલ ડેવલોપમેન્ટ થાય,વિધાર્થીઓને સારી રીતે ઉંડાણપુર્વક સમજ આવે તે માટે તમામ વર્ગોને સ્માર્ટ કલાસ તરીકે વિકસિત કરવામાં આવ્યા છે. અહી ટચ સ્ક્રીન ટેકનોલોજીવાળા બોર્ડ દ્વારા શિક્ષણ અપાઇ રહ્યુ છે.

a 101 17 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

રાહુલભાઇ દૂધાત, દૂધાત ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.

જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પાંચ ટ્રિલિયન ઇકોનોમીના સપનામાં એક વધુ કડી જોડી દીધી છે. રાહુલભાઇ દૂધાતે નિરંતર ચાઇનિઝ પાસેથી ટેકનોલોજી શીખીને ભારતમાં ૧૦૦ ટકા ઇન્ડિયન લાઇટ્સનું મેન્યુફેક્ચરિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે., તેમની ક્લક્સ એલઇડી લાઇટ્સ નામની બ્રાન્ડ આજે કાશ્મિરથી કન્યાકુમારી સુધીનું નેટવર્ક ધરાવે છે.

a 101 18 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

જીતેન્દ્ર મહેતા, સંવેદના ફાઉન્ડેશન

જીતેન્દ્ર મહેતા એક સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવે છે., તેઓ છેલ્લા પંદર વર્ષથી પક્ષી બચાવો અભિયાન સાથે સંકળાયેલા છે., અત્યાર સુધી તેમણે સેંકડો ઘાયલ પક્ષીઓને સારવાર આપીને તેમનું જીવન બચાવ્યું છે.,ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવા મફતમાં કુંડાઓનું વિતરણ કરે છે..વિધવા બહેનોને સહાય આપીને પણ તેઓ મદદ કરી રહ્યા છે.

a 101 21 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

સંદિપભાઇ-દિપેનભાઇઃ ગંગોત્રી રેસીડેન્સિયલ સ્કુલ

ગોંડલ જેવા નાના શહેરમાં ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અંતરિયાળ વિસ્તારના બાળકો સુધી પહોચાડવામાં ગંગોત્રી રેસીડેન્સિયલ સ્કુલનું ખુબ મોટું યોગદાન રહ્યું છે.કે જ્યાં વિધાર્થીઓને રહેવા માટે ઘર પરિવાર જેવા માહોલની સાથે ઉત્તમ ભોજન પણ પુરૂ પાડે છે.. કોરોનાકાળમાં પણ વિધાર્થીઓ અને તેમના પરિવારને ખુબ જ સપોર્ટ કરી તેમણે શિક્ષણરથને હાંક્યો હતો.,તે સિવાય વિધાર્થીઓ અને તેમના વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે તે માટે પણ તેમના સતત પ્રયાસ રહે છે.

a 101 19 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

મહેશસિંહ રાજેન્દ્રસિંહ કુશવાહ

સમાજ અને રાજ્ય માટે કઈંક કરી છુટવાની ભાવના જ જેમના જીવનનું ધ્યેય છે. ઉત્તર ભારતીય અને હિન્દીભાષી સમાજના વીર ભામાષા તરીકેની જેમની ઓળખ છે. કોરોનાકાળમાં જનસેવા દ્વારા માનવતા મહેકાવનાર, અનાથ બાળકો માટે પિતાની છત્રછાયા બનનાર, જરૂરિયાતમંદની સાથે હંમેશા ઊભા રહેનાર મહેન્દ્રસિંહ ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ છે. શ્રી મહેન્દ્રસિંહ ઉત્તર ભારતીય ભવન નિર્માણનો સંકલ્પ કરી રાજ્યના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.

a 101 20 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

બીના રાઓ

એવું કહેવાય છે કે, એક માતા સો શિક્ષકોની ગરજ સારે. પરંતુ અહી તો એક શિક્ષક એવા છે જે હજારો બાળકોની માતા બનીને તેને શિક્ષિત બનાવે છે. છેલ્લા 16 વર્ષથી ઝૂપડપટ્ટીમાં એક એક ઘરે ફરીને ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન પીરસતા બીના રાઓ અનેક સન્માન મેળવી ચૂક્યા છે. ડાયમંડ સીટી સુરતમાં પ્રાયસ ફ્રી કોચિંગ દ્વારા ઝૂપડપટ્ટીમાંથી હીરાઓને ચમકાવતા બીના 20 થી વધુ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે સમાજની માનવતા હોય કે કંપની બિંગ હ્યુમન.. દરેકની બ્રાન્ડ એમ્બેસેડર બની રહેલા બીના રાઓ સતત જ્ઞાનગંગોત્રી વહાવી રહ્યા છે.

a 101 12 ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત