IPL 2022 માટે મેગા ઓક્શન થશે, જેમાં આ વખતે 1214 ક્રિકેટર્સે પોતાના નામ નોંધાવ્યા છે. જેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ છે. જો કે, આ યાદીમાં કાપ મુકવામાં આવશે અને હરાજી પહેલા ટૂંકી યાદી તૈયાર કરવામાં આવશે. 1214 ક્રિકેટર્સનાં નામની આ યાદી તમામ 10 ફ્રેન્ચાઇઝીને મોકલવામાં આવશે. બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેગા ઓક્શન માટે કુલ 49 ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા છે, જેની કિંમત રૂ. 2 કરોડ છે.

આ પણ વાંચો – Shocking / સચિન તેંડુલકરનાં સૌથી ખાસ ફેનને પોલીસે માર્યો ઢોર માર, એક સમયે બોલાવ્યો હતો પોલીસ સ્ટેશનનાં ઉદ્ઘાટન માટે
ESPNcricinfo અનુસાર, યાદીમાં કેટલાક અગ્રણી નામોમાં ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, સુરેશ રૈના, ઈશાન કિશન, પેટ કમિન્સ, ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝામ્પા, સ્ટીવ સ્મિથ, ડ્વેન બ્રાવો, માર્ક વૂડ, ક્વિન્ટન ડી કોક, ફાફ ડુ પ્લેસિસ અને કાગીસો રબાડાનો સમાવેશ થાય છે. વળી, ક્રિસ ગેલ, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જો રૂટ, મિચેલ સ્ટાર્ક જેવા દિગ્ગજ ખેલાડીઓ જોવા મળશે નહીં. પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ડ્વેન બ્રાવો, ક્વિન્ટન ડી કોક, ફાફ ડુ પ્લેસિસ અને માર્ક વૂડ જેવા ખેલાડીઓએ તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. જે ક્રિકેટર્સે 1.5 કરોડ રૂપિયાનું મૂલ્ય રાખ્યું છે તે છે- અમિત મિશ્રા, ઇશાંત શર્મા, વોશિંગ્ટન સુંદર, એરોન ફિન્ચ, ક્રિસ લિન, નાથન લિયોન, કેન રિચર્ડસન, જોની બેયરસ્ટો, એલેક્સ હેલ્સ, ઇઓન મોર્ગન, ડેવિડ મલાન, એડમ મિલ્ને, કોલિન મુનરો, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, કોલિન ઇન્ગ્રામ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, નિકોલસ પૂરન. આ સાથે જ એક કરોડની યાદીમાં પીયૂષ ચાવલા, કેદાર જાધવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટી નટરાજન, મનીષ પાંડે, અજિંક્ય રહાણે, નીતિશ રાણા, રિદ્ધિમાન સાહા, કુલદીપ યાદવ, જયંત યાદવ, મોહમ્મદ નબી, જેમ્સ ફોકનર, મોઈસેસ હેનરિક્સ, માર્નસ લેબુશેન , રિલે મેરેડિથ , જોશ ફિલિપ , ડી’આર્સી શોર્ટ , એન્ડ્રુ ટાય , ડેન લોરેન્સ , લિયામ લિવિંગસ્ટોન , ટાઇમલ મિલ્સ , ઓલી પોપ , ડેવોન કોનવે , કોલિન ડી ગ્રાન્ડહોમ , મિશેલ સેન્ટનર , એડન માર્કરામ , રિલે રોસોઉ , તબ્રેઝ શમ્સી વાન ડેર ડ્યુસેન, વાનિન્દુ હસરાંગા, રોસ્ટન ચેઝ, શેરફેન રધરફોર્ડ જેવા ખેલાડીઓ છે.

આ પણ વાંચો – બીજી વન-ડે / દક્ષિણ આફ્રિકાએ બીજી વન-ડેમાં ભારતને 7 વિકેટથી હરાવ્યું, શ્રેણી પણ ગુમાવી
છેલ્લી વખત IPL મેગા ઓક્શન વર્ષ 2018માં યોજાઈ હતી. આ વખતે IPL 2022માં 10 ટીમો રમશે, જેમાં 2 નવી ફ્રેન્ચાઈઝી, અમદાવાદ અને લખનઉ ટીમનો મેદાનમાં સમાવેશ થશે. અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા પસંદ કરાયેલા 3 ખેલાડીઓ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલ છે. પંડ્યાને અમદાવાદ ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. પંડ્યા અને રાશિદ બંનેને 15 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા, જ્યારે ગિલને 8 કરોડ ચૂકવવામાં આવશે. બીજી તરફ, લખનઉ ફ્રેન્ચાઈઝીએ કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને ખરીદ્યા છે. જ્યારે રાહુલ 17 કરોડ રૂપિયા, સ્ટોઇનિસ 9.2 કરોડ અને બિશ્નોઈ 4 કરોડ રૂપિયા લેશે. રાહુલ લખનઉ માટે કેપ્ટન રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 27 રને હરાવીને IPL ની 2021 આવૃત્તિની ચેમ્પિયન તરીકે ઉભરી આવી હતી.
