Not Set/ લોભીયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે/ મોબાઈલ ટાવરના બહાના હેઠળ વેપારીને લગાવ્યો આટલા લાખનો ચૂનો…

અમદાવાદમાં ખાડિયા વિસ્તારના એક વેપારીને મોબાઈલ ટાવરના નામે કેટલાક અજાણ્યા લોકો દ્વારા ચૂનો લગાવવામાં આવ્યો છે. કેટલાક અજાણ્‍યા લોકોએ વેપારીને અગાસીમાં મોબાઇલ ટાવર માટે ભાડે આપવાની લાલચ આપી ૧૩.૪૮ લાખનો ચૂનો લગાવ્યો છે. શહેરમાં  અનેક શાળા કોલેજો કે ઊંચા ટાવરો પર ટેલિકોમ કંપની દ્વારા મોબાઇલ ટાવર (Mobile Tower) લગાવવામાં આવે છે.  આ ટાવર લગાવ્યા બાદ […]

Ahmedabad Gujarat
mobile tower

અમદાવાદમાં ખાડિયા વિસ્તારના એક વેપારીને મોબાઈલ ટાવરના નામે કેટલાક અજાણ્યા લોકો દ્વારા ચૂનો લગાવવામાં આવ્યો છે. કેટલાક અજાણ્‍યા લોકોએ વેપારીને અગાસીમાં મોબાઇલ ટાવર માટે ભાડે આપવાની લાલચ આપી ૧૩.૪૮ લાખનો ચૂનો લગાવ્યો છે. શહેરમાં  અનેક શાળા કોલેજો કે ઊંચા ટાવરો પર ટેલિકોમ કંપની દ્વારા મોબાઇલ ટાવર (Mobile Tower) લગાવવામાં આવે છે.  આ ટાવર લગાવ્યા બાદ કંપનીઓ ભાડું પણ આપતી હોય છે.

ખાડિયાના  એક વેપારીને અજાણ્યા શખ્સોએ આવી જ એક લોભામણી લાલચ આપી હતી. આ લાલચમાં આવી વેપારીએ 13.48 લાખ રૂપિયા ગુમાવ્યા છે. અને હવે છેવટે ખાડિયા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નારણપુરામાં આવેલી શિવાનંદ સોસાયટીમાં રહેતા યોગેશભાઇ પટેલ ખાડિયામાં ગુજરાત બુક એજન્સી પ્રા. લિ ના નામે વ્યાપાર કરે છે.  ત્રણ માળનાં મકાનમાં પુસ્તકનો ધંધો કરનારા યોગેશભાઇને વર્ષ 2018માં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ શખ્સોએ યોગેશભાઇને તેમના ત્રણ માળનાં મકાન પર ખાનગી ટેલિકોમ કંપની દ્વારા મોબાઇલ ટાવર નાંખવાની વાત કરી હતી. વેપારી યોગેશભાઇએ આ વાત સાંભળી અને તેમને દર મહિને સારૂં ભાડુ પણ આપવામાં આવશે તેવી લાલચ અપાઇ હતી.

જેથી તેમણે વાત આગળ ચલાવી હતી. આર કે. નામનાં વ્યક્તિએ તેમની સાથે વાત કરી મહિને 1.35 લાખ રૂપિયા ભાડુ મળશે તેવી લાલચ આપી હતી. જે બાદમાં જીએસટીનો ચાર્જ તેમને કંપનીમાં જમા કરાવવો પડશે તેમ કહી તેમની પાસેથી આ શખ્સોએ 13.48 લાખ રૂપિયા ટુકડે ટુકડે પડાવી લીધા હતા. બાદમાં આ વ્યક્તિ સાથે સંપર્ક ન થતાં તેમણે હૈદરાબાદ ખાતે તપાસ કરતા આર કે. રાવ નામનો કોઇ વ્યક્તિ ન હોવાનું માલુમ થતાં વેપારી યોગેશભાઇએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસી 406, 420 અને આઇટી એક્ટ 66-સી, 66-ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.