મસ્ક/ કન્ટેન્ટ ક્રીયેટરોને જબરજસ્ત કમાણી કરાવશે મસ્કની આ જાહેરાત

ઈલોન મસ્કે ટ્વિટર યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. જો તમે ટ્વિટરના વેરિફાઈડ કન્ટેન્ટ ક્રિએટર્સ છો તો ટૂંક સમયમાં તમને તેના પૈસા મળી જશે.

Tech & Auto
Elon Musk કન્ટેન્ટ ક્રીયેટરોને જબરજસ્ત કમાણી કરાવશે મસ્કની આ જાહેરાત

ઈલોન મસ્કે ટ્વિટર યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. Musk-Content Creators જો તમે ટ્વિટરના વેરિફાઈડ કન્ટેન્ટ ક્રિએટર્સ છો તો ટૂંક સમયમાં તમને તેના પૈસા મળી જશે. એલોન મસ્કે કહ્યું કે ટૂંક સમયમાં જ કન્ટેન્ટ સર્જકોના જવાબમાં દેખાતી જાહેરાતોને ચૂકવણી કરવામાં આવશે. તેણે ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી.

એલોન મસ્કએ ટ્વીટ કર્યું કે X/Twitter સર્જકોની સામગ્રીના જવાબોમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે આગામી થોડા અઠવાડિયામાં સર્જકોને ચૂકવણી કરવાનું શરૂ કરશે. તેણે કહ્યું કે પહેલા બ્લોકમાં કન્ટેન્ટ સર્જકોને $5 મિલિયન ચૂકવવામાં આવશે.

ઈલોન મસ્કે આ જાહેરાત સાથે એક શરત મૂકી છે. Musk-Content Creators આ ચૂકવણી ફકત તે જ કન્ટેન્ટ ક્રીયેટરને કરવામાં આવશે જેમનું એકાઉન્ટ વેરિફાઈડ છે. જ્યારે વેરિફાઈડ એકાઉન્ટ પર જાહેરાત દેખાશે ત્યારે જ ચુકવણી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે જો તમે ટ્વિટરના બ્લુ ટિક માર્ક ક્રિએટર છો, તો ટૂંક સમયમાં તમે ટ્વિટરથી મોટી કમાણી કરી શકો છો. ટ્વિટરના માલિક બન્યા પછી, એલોન મસ્કએ આ પ્લેટફોર્મમાં ઘણા મોટા ફેરફારો કર્યા હતા, જેમાં સૌથી મોટો ફેરફાર બ્લુ ટિક મેમ્બરશિપ હતો. પહેલા માત્ર કેટલાક ખાસ લોકો જ ટ્વિટરની બ્લુ ટિક મેળવતા હતા પરંતુ હવે કોઈપણ વ્યક્તિ પેમેન્ટ કરીને બ્લુ ટિક માર્ક મેળવી શકે છે.

મસ્કની આ જાહેરાતને કેટલાય લોકોએ માર્કેટિંગ ગિમિક ગણાવી Musk-Content Creators છે તો કેટલાકે તેને ટ્વિટરની તળિયે જતી પ્રતિષ્ઠાને બચાવવાના પ્રયાસ તરીકે ગણાવી છે. ઘણા માને છે કે મસ્ક ટ્વિટરની ઘટતી જતી આવકને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મસ્કે તાજેતરમાં જ વિશ્વના ટોચના અબજપતિનું સન્માન પરત મેળવ્યું છે. તે આર્નોલ્ડને પાછળ છોડીને વિશ્વના ટોચના ધનપતિ બન્યા છે. તેમની મિલકત 200 અબજ ડોલરથી પણ વધારે છે.

 

આ પણ વાંચોઃ એમેઝોન-ખેડૂત/ હવે ભારતીય ખેડૂતોની મદદે આવી એમેઝોન

આ પણ વાંચોઃ Gold Price Today/ સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો, લગ્નનો છે પ્લાન તો તરત જ ખરીદો સસ્તું સોનું

આ પણ વાંચોઃ નવી દિલ્હી/ હાલ ના રાખશો EMI ઘટવાની આશા! રિઝર્વ બેંકની રાહત છતાં આ વર્ષે લોન સસ્તી થવાની શક્યતા નથી