New Feature/ WhatsApp પર એક સાથે 32 લોકો કરી શકશે વાત, આ રીતે કરો નવા ફીચરનો ઉપયોગ

WhatsAppએ iOS યુઝર્સ માટે નવું અપડેટ જાહેર કર્યું છે. આ અંતર્ગત યુઝર્સ એક સાથે 31 લોકો સાથે વીડિયો કોલિંગ કરી શકશે.

Trending Tech & Auto
YouTube Thumbnail 2023 10 31T150751.850 WhatsApp પર એક સાથે 32 લોકો કરી શકશે વાત, આ રીતે કરો નવા ફીચરનો ઉપયોગ

WhatsAppએ iOS યુઝર્સ માટે નવું અપડેટ જાહેર કર્યું છે. આ અંતર્ગત યુઝર્સ એક સાથે 31 લોકો સાથે વીડિયો કોલિંગ કરી શકશે. અગાઉ WhatsApp પર 15 જેટલા પાર્ટિસિપન્ટ્સ એડ કરી શકાતા હતા. હવે આ મર્યાદા વધારી દેવામાં આવી છે. લેટેસ્ટ અપડેટ મુજબ, યુઝર્સ એકસાથે 32 જેટલા પાર્ટિસિપન્ટ્સ સાથે વીડિયો કોલ પર વાત કરી શકશે. આ લેટેસ્ટ ફીચર એવા લોકો માટે સારો વિકલ્પ છે જેઓ એકસાથે ઘણા લોકો સાથે વાત કરવા માગે છે. તો જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે.

WhatsApp પર 31 પાર્ટિસિપન્ટ્સ સાથે વીડિયો કોલ કેવી રીતે કરવો

•સૌથી પહેલા તમારે ગ્રૂપ ચેટ ઓપન કરવી પડશે જેની સાથે તમે કોલ કરવા માગો છો.

•પછી સ્ક્રીનની ટોચ પર વીડિયો કોલ અથવા વોઇસ કોલ બટનને ટેપ કરો.

•પછી કન્ફરેમ કરો.

•જો ગ્રુપમાં 32થી ઓછા લોકો હશે તો તમારો કોલ તરત જ શરૂ થઈ જશે. જો ત્યાં 32 થી વધુ લોકો છે, તો તમારે તે લોકોને પસંદ કરવા પડશે જેને તમે કોલમાં ઉમેરવા માગો છો.

•એકવાર તમે સહભાગીઓને પસંદ કરી લો, પછી કોલ શરૂ કરવા માટે વીડિયો અથવા વોઇસ કોલ પર ટેપ કરો.

WhatsApp યુઝર્સ ટૂંક સમયમાં લોક કરેલી ચેટને હાઈટ કરી શકશે

WhatsApp પર એક નવું ફીચર ડેવલોપ કરવામાં આવી રહ્યું છે જેમાં લોક કરેલી ચેટને હાઈટ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સર્વિસ હાલમાં ડેવલોપમેન્ટ હેઠળ છે અને ભવિષ્યમાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. વર્તમાન વિશે વાત કરીએ તો, લોક કરેલ ચેટ સરળતાથી એક્સેસ કરી શકાય છે.


whatsapp ad White Font big size 2 4 WhatsApp પર એક સાથે 32 લોકો કરી શકશે વાત, આ રીતે કરો નવા ફીચરનો ઉપયોગ


આ પણ વાંચો: Gujarat Forest Department/ દિવાળીમાં ગીરના ‘સિંહ’ જોવા થશે ભારે ધસારો, ગેરકાયદેસર ‘દર્શન રોકવા’ વનવિભાગની ઝુંબેશ

આ પણ વાંચો: Anti Defection Law/ શું છે પક્ષપલટા વિરોધી ધારો ? જાણો સાંસદો અને ધારાસભ્યોના પક્ષપલટાને લઈને શું છે નિયમ

આ પણ વાંચો: Indian Army/ ભારતીય સેનાએ સરહદ પર આ ઘાતક હથિયાર તૈનાત કર્યું!