Lockdown/ અમદાવાદનાં આ વિસ્તારે લાગુ કર્યું સ્વયંભૂ લોકડાઉન..આવું છે કારણ…

પાછલા દિવસોમાં કોરોનાનાં જે રોજીંદા આંકડા સામે આવે છે તે જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં કોરોના કન્ટ્રોલમાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે આજે નોંધવામાં આવેલા કોરોનાનાં નવા પોઝિટિવ કેસની તો આજે ગુજરાતભરમાંથી ફક્ત 908 લોકોને કોરોના સંક્રમણ લાગુ પડ્યું છે અને ફક્ત 04 લોકોનાં જ રાજ્યભરમાથી કોરોનાનાં કારણે મોત નીપજ્યા છે. કોરોનાકાળમાં […]

Ahmedabad Top Stories Gujarat
lockdown અમદાવાદનાં આ વિસ્તારે લાગુ કર્યું સ્વયંભૂ લોકડાઉન..આવું છે કારણ...

પાછલા દિવસોમાં કોરોનાનાં જે રોજીંદા આંકડા સામે આવે છે તે જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં કોરોના કન્ટ્રોલમાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે આજે નોંધવામાં આવેલા કોરોનાનાં નવા પોઝિટિવ કેસની તો આજે ગુજરાતભરમાંથી ફક્ત 908 લોકોને કોરોના સંક્રમણ લાગુ પડ્યું છે અને ફક્ત 04 લોકોનાં જ રાજ્યભરમાથી કોરોનાનાં કારણે મોત નીપજ્યા છે. કોરોનાકાળમાં આજ નો મોતનો આંકડો કદાચ સૌથી ઓછો છે. તમામ હકીકતોની સાથે સાથે આજે પણ કોરોનાનો ડર તો લોકોમાં જોવામાં આવી જ રહ્યો છે અને કદાચ આ જ કારણ હશે કે અમદાવાદનાં આ વિસ્તારનાં લોકો દ્વારા સ્વયંભૂ રીતે પોતાનાં વિસ્તારમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. 

જી હા, વાત કરવામાં આવી રહી છે.  અમદાવાદના રાણીપ વિસ્તારની અને અહી લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. વિસ્તારનાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા 10 દિવસ સુધી રાણીપમાં સ્વયંભૂ લોક ડાઉન લાગુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં એક સપ્તાહમાં કોરોનાનાં કારણે 6 લોકોના મોતથી નીપજ્યા છે અને માટે જ આ નિર્ણય લેવાયો છે. રાણીપનાં રાધા સ્વામી રોડ પર લોકડાઉનના બેનરો લાગ્યા છે. સામાજિક સંસ્થા અને 50 થી વધુ સોસાયટીઓમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જાહેરાતનાં પગલે આજે એટલે કે સોમવાર સવારથી રાણીપ રાધાસ્વામી રોડ પરની દુકાનો બંધ જોવા મળી રહી છે.