Island lowest Rate/ આ સુંદર ટાપુ તમારો પણ બની શકે છે, કિંમત દિલ્હી-મુંબઈના ફ્લેટ કરતા પણ ઓછી

બોલિવૂડ અભિનેતાઓ, અભિનેત્રીઓ અથવા ધનીક લોકો ટાપુઓ ખરીદે એ સામાન્તાય વાત છે, પરંતુ કોઇ કોમન મેન ટાપુ ખરીદવાની વાત કરે તો ચોક્કસથી નવાઇ લાગે

Trending Lifestyle
Island lowest Rate

Island lowest Rate: બોલિવૂડ અભિનેતાઓ, અભિનેત્રીઓ અથવા ધનીક લોકો ટાપુઓ ખરીદે એ સામાન્તાય વાત છે. પરંતુ કોઇ કોમન મેન ટાપુ ખરીદવાની વાત કરે તો ચોક્કસથી નવાઇ લાગે. પરંતુ  તમે કલ્પના પણ નહીં કરી હોય કે સામાન્ય વ્યક્તિ પણ એક સુંદર ટાપુ ખરીદી શકે છે. જી હા, વાત છે એવા ટાપુની જેની કિંમત ઘણી ઓછી છે, એમ કહી શકાય કે આ ટાપુ દિલ્હી અને મુંબઈમાં મળતા  ફ્લેટના ભાવે ખરીદી શકાય છે.

આ ટાપુ મધ્ય અમેરિકામાં છે. તે ઇગુઆના આઇલેન્ડ તરીકે (Island lowest Rate) ઓળખાય છે.  તેની સુંદરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે  કે આ ટાપુ ચારે બાજુથી વાદળી-લીલા પાણીથી અને લીલાછમ વૃક્ષો અને સુંદર નજારોથી ઘેરાયેલો છે.

આઇલેન્ડ પર શું છે

ઇગુઆના ટાપુ પર તોફાનના વિસ્તારની બહાર પાંચ એકર જમીન, એક ઘર અને અન્ય જરૂરિયાતની વસ્તુુઓ છે. ખાનગી રિયલ એસ્ટેટ આઇલેન્ડ્સ ઇન્ક.ની વેબસાઇટ પર તેના વેચાણ માટેનો સ્ટોક છે. જાહેરાત મુજબ, ઇગુઆના આઇલેન્ડમાં ત્રણ બેડરૂમ, બે બાથરૂમનું ઘર છે જેમાં રેપરાઉન્ડ પોર્ચ, ડાઇનિંગ રૂમ, બાર અને લિવિંગ એરિયા છે. આ સાથે ટાપુની બીજી બાજુ કર્મચારીઓ માટે વધારાના આવાસ બનાવવામાં આવ્યા છે. તે એક અમેરિકન ડેવલપર દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યું છે.

સૂર્યોદય અને સૂર્યાસ્તના અદભૂત નજારા

આ ટાપુ પર ચારેય બાજુ વાદળી-લીલું પાણી છે, જે આ ટાપુની સુંદરતામાં વધારો કરે છે. આ ટાપુ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો મન મોહી લે તેવો છે. જયારે  રાત્રિના સમયે નજારો સોળે કલાએ ખીલી ઉઠે છે. આ માહિતી આઇલેન્ડ્સ ઇન્કની વેબસાઇટ પર પણ આપવામાં આવી છે. જોકે આ ટાપુ દુનિયાથી સંપૂર્ણપણે દૂર છે. એટલે કે અહીં વાઇફાઇ, ફોન અને ટીવી સિગ્નલ નથી.

કેટલી છે કિમંત

આ ટાપુ પર  સ્વિમિંગ પૂલ અને હેલિપેડ બનાવવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ટાપુની પશ્ચિમમાં માછીમારીનો વિસ્તાર પણ છે. વધુમાં, ઓન-સાઇટ મેનેજર અને કેરટેકર સહિત લાંબા ગાળાના ટાપુ ક્રૂ પણ ઇગુઆના આઇલેન્ડના નવા માલિકો માટે કામ કરવાનું ચાલુ રાખવા આતુર છે. તેને ખરીદવા માટે માત્ર 376,627 પાઉન્ડ એટલે કે 3.76 કરોડ રૂપિયા આપવા પડશે.